ગુજરાત
Trending

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઇ મહત્ત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી માહિતી
વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જણાવ્યું હતું કે આવનારા સમયમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે. 2017-18 માં TAT આપેલા લાયક ઉમેદવારોની પસંદગી કરાશે.

2,600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ 1થી 5માં 1000 અને ધોરણ 6 થી 8માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા બહેનોને 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

આ અગાઉ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 4 નવેમ્બરના રોજ ટ્વીટ કરને માહિતા આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા TET-1, TET-2 પાસ કરેલા વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5% ગુણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાસહાયકનું મેરિટ તૈયારી કરવા માટે TET પરીક્ષામાં મેળવેલા 50% ગુણ અને શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા 50% ગુણને ધ્યાનમાં લેવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલા કુલ મેરિટમાં વિધવા બહેનોના મેરિટમાં વધારાના 5 ટકા ગુણ ઉમેરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ આગામી વિધાનસભા ભરતીથી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button