Amreli News: લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.ત્યારે અમરેલી જિલ્લા (Amreli BJP)માં લોકસભા બેઠક ઉપર ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે અને ભાજપ(BJP)માં ભડકો થયો છે. 1 દિવસ પહેલાં અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા(Naran Kachhadiya)એ સાવરકુંડલા શહેરમાં જાહેરમંચ ઉપરથી ઉમેદવાર ભરત સુતરીયા(Bharat Sutaria)ને લઈ નિવેદનો આપી વિવાદ સર્જ્યો હતો. કાછડિયાએ કહ્યું હતું કે, ભાજપએ ઉમેદવાર ભરત સુતરિયાનું સિલેક્શન કરી મતદારો સાથે દ્રોહ કર્યો છે. જે ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી છે.જેના જવાબમાં ભરત સુતરિયાએ નારણ કાછડિયાને એક પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું છેકે, તમારી ટિકિટ કપાવવાનું કારણ તમે જાણો છો, ફરી એકવાર આપને થેન્ક્યુ.
ભરત સુતરીયાએ નારણ કાછડિયાને સંબોધી શું પત્ર લખ્યો?
નારણભાઈ કાછડિયા સાહેબ,
જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક્યૂ કહેલું, જે આપને ભુલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું કે,
• જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક્યૂ કહ્યું હતું.
• 2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક્યૂ કીધેલું,
• 2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક્યૂ કહેલું.
• 2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક્યુૂ કીધેલું.
તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક્યૂ કહ્યું છે.
વધુમાં, જ્યારે દેશમાં લોકસભા (સાંસદ)ની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન. ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટ્રી બોર્ડ કરતું હોય ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો, આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટ્રી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો.
નારણભાઈ કાછડિયા સાહેબ, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે?…આપ સત્યથી પરિચિત જ છો, જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા.
ફરી એકવાર અને આખરી વાર…થેન્ક્યૂ, નારણભાઈ કાછડિયા સાહેબ.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube