Surat News/સંસ્કાર સોજીત્રા : કર્મભૂમિ સુરત શહેરના આંગણે ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી ધર્મકુળ આશ્રિત સંત્સગ સમાજ-સુરત દ્વારા આગામી ૨૬ જાન્યુઆરી, રવિવારના રોજ, શ્રી લક્ષ્મીનારાયણ ફાર્મ,કિરણચોક ટુ કેનાલ રોડ,યોગીચોક સુરત ના આંગણે ભવ્ય પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ શાકોત્સવમાં પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી હરિભક્તોને રૂડા આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે.આ શાકોત્સવમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ મુકેશભાઈ દલાલ, મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, મંત્રી મુકેશભાઈ પટેલ,સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, ધારાસભ્ય કાંતિભાઈ બલર, પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા, મહેશભાઇ સવાણી સહિત રાજકીય-સામાજીક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.આ સાથે સાથે શાકોત્સવમાં વડતાલ પ્રદેશ, ગઢપુર પ્રદેશ તથા જુનાગઢ પ્રદેશના મહાનુભાવ સંતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને હરિભક્તો ને આશીર્વાદ આપવાના છે.સાથે મોટી સંખ્યામાં સુરત સહિત સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે.
કાર્યક્રમની રૂપરેખા આપીએ તો
- બપોર પછી 3:30 કીર્તન ભક્તિ, ભગવદ કથા.
- સાંજે ૫:૩૦ પ.પૂ. લાલજી મહારાજશ્રીનું આગમન.
- સાંજે ૫:૪૦ દીપ પ્રાગટ્ય (પ.પૂ. લાલજી મહારાજશ્રી તથા શ્રી સી.આર.પાટીલ)
- સાંજે ૫:૪૫ ૫.પૂ. લાલજી મહારાજશ્રીનું પૂજન.
- સાંજે ૬:૧૫ સંતો-અતિથિશ્રીના સ્વાગત-પ્રવચન.
- સાંજે ૭:૦૦ પ.પૂ. લાલજી મહારાજશ્રીના આર્શિવચન.
- સાંજે ૭:૩૦ મહાપ્રસાદ
શું છે શાકોત્સવનું મહત્વ?
ધોલેરા, અમદાવાદ અને ભુજ વગેરે ધામોમાં શિખરબધ્ધ મંદિરો નિર્માણ કર્યા અને સંપ્રદાયની ઉતર – દક્ષિણ વિભાગની ગાદી પોતાના જ શ્રી ધર્મકુળનાં દતપુત્રોની પોતાના ઉતરાધિકારી તરીકે પ.પૂ.સ.ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીની સ્થાપના કરી છે.ભગવાન શ્રી હરિએ અનંત જીવોના કલ્યાણને માટે, સંતો-ભક્તોને નિજ સ્વરૂપનો આનંદ આપવા અનેક માનુષીક-દિવ્ય લીલાચરિત્રો કર્યા છે. આ ચરિત્રો જો કોઈ પામર જીવને અંતકાળે યાદ આવી જાય તો પણ શ્રીજીમહારાજ તેનું કલ્યાણ કરે છે. એવુ જ એક દિવ્ય ચરિત્ર એટલે લોયાગામનાં સુરાખાચરનાં દરબારમાં ૬૦ મણ રીંગણાનો અને ૧૨મણ ઘીના વઘાર સાથેનો દિવ્ય શાકોત્સવ.
આ દિવ્ય ચરિત્રની સ્મૃતિ રહે અને હરિભક્તોને સત્સંગ કથા-વાર્તાનો લાભ મળે તે હેતુથી પૂરાણોપ્રસિધ્ધ એવી કર્ણભૂમિ સુરત શહેરમાં બિરાજમાન શ્રી નારાયણમુનિદેવ-રાધાવિહારીલાલ આદી દેવોના દિવ્ય સાંનિધ્યમાં, ધોલેરાધામવાસી શ્રી મદનમોહનજી મહારાજ તથા સર્વે સત્સંગીઓનાં ગુરૂપદે સ્થાપીત એવા આચાર્યપદ સ્થાપનાનાં ૨૦૦માં વર્ષ તથા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણના કરકમળો દ્વારા લખાયેલ ‘શિક્ષાપત્રી’ના ૨૦૦ વર્ષ પ્રારંભ સમા સુભગ ત્રિવેણી ઉત્સવો.
આ પણ વાંચો:
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube