ગુજરાત

‘મારી ડ્યુટી પૂરી, હવે હું વિમાન નહીં ઉડાડું’, રાજકોટ એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ ન થઈ- 3 સાંસદો સહિત અનેક મુસાફરો અટવાયા

Rajkot News: રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે પાયલોટની જીદના કારણે ત્રણ સાંસદો સહિત 100 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા.દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે રવિવારે સાંજે આવી હતી અને રાત્રે 8 વાગ્યે રાજકોટથી દિલ્હી જવાની હતી, પરંતુ આ ફ્લાઈટના મુખ્ય પાઇલટે પોતાના ડ્યૂટીના કલાક પૂરા થઇ ગયા હોવાથી તે દિલ્હી આ ફ્લાઈટ લઇ જવાનો ઇનકાર કરી દીધો હતો.

રાજકોટ એર ઇન્ડિયાની રાત્રે 8 વાગ્યાની ફ્લાઈટ ટેક ઓફ જ થઇ શકી નહોતી. પાઇલોટએ કહ્યું હતું કે, મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. તેથી તેણે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. જે બાદ હજુ સુધી ફ્લાઈટ ટેક ઓફ થઈ શકી નથી. આ ફ્લાઇટમાં સાંસદ મોહન કુંડારિયા, પૂનમ માડમ અને રાજ્યસભાના ઉમેદવાર કેસરિદેવ સિંહ ઝાલા સહિત 100 મુસાફરો દિલ્હી જવાના હતા.

Air India Flight Rajkot Gujarat First

100થી વધુ યાત્રિકો જઈ રહ્યા હતા દિલ્હી
ગઈકાલે એટલે કે રવિવારે સાંજે રાજકોટ એરપોર્ટ પર દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થઈ હતી. દિલ્હીથી આવેલા મુસાફરો ફ્લાઇટમાંથી ઉતરી ગયા બાદ દિલ્હી જનારા મુસાફરો બેસી ગયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ સહિત 100થી વધુ યાત્રિકો દિલ્હી જઈ રહ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર એક એવી ઘટના બની કે જેના કારણે આખી ફ્લાઇટ જ રદ કરી દેવી પડી.

પાયલોટે કહ્યું- મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે
હકીકતમાં એર ઇન્ડિયાની આ ફ્લાઇટના મુખ્ય પાયલોટે ડ્યુટી પૂરી થઈ ગઈ હોવાથી એટલે કે કામના કલાકો પૂરા થઈ ગયા હોવાથી આ ફ્લાઇટને રાજકોટથી દિલ્હી લઈ જવાની ઘસીને ના પાડી દીધી હતી. આ દરમિયાન ફ્લાઇટમાં સવાર ત્રણ સાંસદો મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ ઝાલાએ આ પાયલોટની સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પાટલોટે ફ્લાઇટ દિલ્હી લઇ જવાની ચોખ્ખી ના પાડી દીધી
તેમની સાથે જ એરપોર્ટના અધિકારીઓએ પણ પાટલોટને મનાવવાની કોશિશ કરી હતી. ત્રણ કલાક સુધી અધિકારી અને સાંસદ દ્વારા પાયલોટને માનવવાનો પ્રયાસ કરવા છતાં તેઓ ટસના મસ થયા નહોંતા. પરિણામે રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

જોકે, ફ્લાઈટ કેન્સલ થતાં રાજકોટના સાંસદ મોહન ભાઈ કુંડારિયાએ દિલ્લી જવાનું કેન્સલ કર્યું હતું. જ્યારે પૂનમ માડમ જામનગરથી દિલ્હી ગયા હતા, જ્યારે કેસરિદેવ ઝાલા અમદાવાદથી દિલ્હી ગયા હતા. અન્ય કેટલાક મુસાફરો અમદાવાદથી દિલ્હી ગયા હતા. હજુ આ ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની કોઈ સ્પષ્ટતા નથી. ત્રણેય સાંસદોએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી, આમ છતાં પાયલોટના કલાકો ન વધારવામાં આવતા ફ્લાઈટ ઉડાન ન ભરી શકી હતી. છેલ્લા 14 કલાકથી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર પડી છે. ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તે હજી સુધી નક્કી નથી.

સાંસદ મોહન કુંડારિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કલાકો સુધી અમને અને યાત્રિકો દિલ્હીની ફ્લાઇટ ઉડાન ભરે તેની રાહ જોઇ રહ્યાં હતા. પાયલટની ડ્યૂટી પૂરી થઇ ગઇ હોવાથી તેણે ફ્લાઇટ ઉડાડવાની ના પાડી દીધી હતી. ત્રણ કલાસ સુધી સમગ્ર મામલાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છતાં પાઇલટ નહીં માનતા આખરે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button