February 5, 2025
KalTak 24 News
Entrainment

યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા અને તેની ગર્લફ્રેન્ડ દરિયામાં ડૂબતા-ડૂબતા બચ્યાં, આ IPS દંપતિએ ડૂબતા બચાવ્યા

youtuber-ranveer-allahbadia-and-girlfriend-rescued-from-drowning-in-goa

YouTuber Ranveer Allahbadia News: યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, જેઓ બીયરબીસેપ્સ(BeerBiceps) તરીકે જાણીતા છે, તેણે ખુલાસો કર્યો કે તેણે ગોવામાં બીચ પર તેની ગર્લફ્રેન્ડ સાથે ડૂબતા બચી હતી. તેને એક IPS અધિકારી અને તેની IRS પત્નીએ બચાવ્યો હતો. પોડકાસ્ટ હોસ્ટ રણવીરે બુધવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેનો ભયાનક અનુભવ શેર કર્યો. રણવીરે કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે તે પાણીની અંદરના પ્રવાહમાં તણાઈ ગયો હતો.હું બેહોશ થઈ ગયો હતો જો એ વ્યક્તિ સમય પર આવીને અમને ના બચાવતા તો ખબર નહીં અમારું શું થતું

અકસ્માત નાતાલના દિવસે થયો હતો

રણવીરે ક્રિસમસના દિવસે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે હવે અમે બિલકુલ ઠીક છીએ. આ લેખમાં હું ખૂબ સંવેદનશીલ થવા જઈ રહ્યો છું. અમે બિલકુલ સુરક્ષિત છીએ. પરંતુ ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ મને અને મારી ગર્લ ફ્રેન્ડને એક મુશ્કિલ સ્થિતિમાંથી બચાવ્યા. અમે બંને બીચમાં રમી રહ્યા હતા. મને સમુદ્રમાં તરવું ખૂબ પસંદ છે, હું આ બાળપણથી કરતો આવ્યો છું. પરંતુ ગઇકાલે અમે પાણીના પ્રવાહમાં વહી ગયા, મારી સાથે પહેલા પણ આવું થયું છે પણ હું ક્યારેય કોઇની સાથે નથી ગયો. એકલા હોય ત્યારે તરીને બહાર નીકળવું આસન છે પણ કોઈને તમારી સાથે ખેંચીને બહાર કાઢવું અઘરું છે.”

 

 

View this post on Instagram

 

A post shared by Ranveer Allahbadia (@beerbiceps)

10 મિનિટ સુધી સંઘર્ષ કર્યો

રણવીરે કહ્યું કે”5-10 મિનિટ સુધી મથામણ કર્યા પછી મી મદદ માટે બૂમ મારી અને આસપાસ રહેલા 5 એક લોકોએ અમને બચાવી પણ લીધા. આમ તો અમે બંને સારા તરવૈયા છીએ પણ ક્યારેક પાણીનો ફોર્સ એવો હોય છે કે કુદરત પણ કસોટી કરે છે. અમે બંને પાણીમાં ડૂબી ના જી એ માટે પ્રયત્નો કરી રહ્યા હતા પણ મોજા ખૂબ ઊંચા હતા અને એક સમય એવો આવ્યો કે હૂં ઘણું બધુ પાણી પી ગયો અને બેભાન થવા જેવો જ હતો કે મી મદદ માટે બૂમ પાડવાનું શરૂ કર્યું અને એક IPS ઓફિસર પતિ અને IRS ઓફિસર પત્નીએ અમને બચાવી લીધા તેમનો હૃદયપૂર્વક આભાર . “

મારો જીવ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો

“આ અનુભવે અમને એકલતાની સાથે આભારનો પણ અનુભવ કરાવ્યો. અમે આ ઘટનામાં ભગવાનનું રક્ષણ અનુભવ્યું. આજે ક્રિસમસની નજીક છીએ ત્યારે જીવંત હોવા બદલ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છીએ. આ એક ઘટનાએ મારો જીવન પ્રત્યેનો અભિગમ અને દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. આ વાંચવા માટે હું તમારા સૌનો આભારી છું અને અમે અમને આ ઘટનામાંથી આબાદ બચવવા માટે ભગવાન ઇસુ ખ્રિસ્ત તેમજ અમારા ઉપરના ભગવાનનો આભાર માન્યો. ગોવાનું આ વેકેશન મારા માટે ખૂબ યાદગાર રહ્યું. તમને અને તમારા બધા પરિવારોને નાતાલની શુભકામનાઓ. જીવન માટે ભગવાનનો આભાર!”

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

69માં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ 2023’ની જાહેરાત : ‘છેલ્લો શો’ બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ,એક ક્લિકમાં જાણો સમગ્ર લીસ્ટ

KalTak24 News Team

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત;કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત

KalTak24 News Team

હાર્દિકની પૂર્વ પત્ની નતાશા સાથેની તસવીરો વાયરલ થતાં જ એલ્વિશ યાદવે આપ્યું આવું રિએક્શન

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં