- બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત
- હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આપેલા યોગદાન બદલ અપાશે આ સન્માન
- 8 ઓક્ટોબરના રોજ અપાશે એવોર્ડ
Mithun Chakraborty Get Dadasaheb Phalke Award: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવતી(Bollywood actor Mithun Chakraborty)ને ભારતીય સિનેમામાં(Indian cinema) તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે(Dadasaheb Phalke Award) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 8 ઓક્ટોબરના રોજ યોજાનાર 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમની દરમિયાન તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અભિનેતાને આ સન્માન આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બોલિવૂડ એક્ટર ‘મિથુન દાની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે! દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ને ભારતીય સિનેમામાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે તે જાહેરાત કરતા સન્માનની વાત છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે 8 ઓક્ટોબર, 2024ના રોજ યોજાનાર 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ને એવોર્ડ આપવામાં આવશે. જણાવી દઇએ કે, 74 વર્ષના મિથુન ચક્રવર્તીની હિન્દી સિનેમામાં 48 વર્ષની સફળ કારકિર્દી છે. તે હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે.
Union Minister Ashwini Vaishnaw tweets “Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to award legendary actor Mithun Chakraborty for his iconic contribution to Indian Cinema. To be presented at the 70th National Film Awards ceremony on October 8” pic.twitter.com/31ell7bD1D
— ANI (@ANI) September 30, 2024
મિથુને ખૂબ મહેનત કરી છે
હિન્દી સિનેમામાં પ્રવેશતા પહેલા મિથુને અત્યંત ગરીબીના દિવસો પણ જોયા છે. આવી સ્થિતિમાં તેમનો સંઘર્ષ બધા જાણે છે. ક્યારેક રસ્તાઓ પર રાતો વિતાવી તો ક્યારેક ખાલી પેટે સૂઈને પોતાના ભાગ્ય સામે લડતા મિથુન આજે એવા તબક્કે છે કે તેમને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા પણ મિથુન દાના નામે ઘણા એવોર્ડ છે.
મિથુન ચક્રવતીની સિનેમા સફર
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે.મિથુન ચક્રવતીનો જન્મ કોલકાતામાં થયો હતો. તેઓ એક્ટરની સાથે પ્રોડ્યુસર અને પોલિટિશયન પણ છે. તેમણે વર્ષ 1977 માં ફિલ્મ Mrigayaa સાથે એક્ટિંગ ક્ષેત્રે પગ મુક્યો હતો. જેમાં પહેલી જ ફિલ્મમાં તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તેઓ ડિસ્કો ડાન્સર, અગ્નિપથ, હમસે બઢકર કૌન, ત્રિનેત્ર, વો જો હસીના, ટેક્સી ચોર જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુન ચક્રવતીએ 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મો સામેલ છે.
મિથુનને તેની કારકિર્દીમાં 3 નેશનલ એવોર્ડ મળ્યા છે. તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 1993ની ફિલ્મ તાહાદર કથા માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર 1996ની ફિલ્મ સ્વામી વિવેકાનંદ માટે મળ્યો હતો.
જાન્યુઆરી 2024માં પદ્મશ્રીથી એનાયત કરવામાં આવ્યા હતા
મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી 2024માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા. મિથુનની ગણતરી ભારતીય સિનેમાના ઈતિહાસના મહાન અભિનેતાઓમાં કરવામાં આવે છે. મિથુન એકમાત્ર એવો અભિનેતા છે જેને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મિથુન દા 80-90ના દાયકામાં ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા. મિથુન ચક્રવર્તીની છેલ્લી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 2022ની ધ કાશ્મીર ફાઇલ્સ હતી.
મિથુન ચક્રવર્તીની વર્ષ 1989માં 19 ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. તેમનો આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. આ ઘટનાને લગભગ 35 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી કોઈ અભિનેતા આ રેકોર્ડ તોડી શક્યું નથી. 1982ની ફિલ્મ ડિસ્કો ડાન્સર 100 કરોડની કમાણી કરનાર હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ હતી.
વહીદા રહેમાનને ગયા વર્ષે મળ્યું હતું આ સન્માન
વર્ષ 2023માં પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવનાર તે 8મી મહિલા હતી. તેમના પહેલા દેવિકા રાની, રૂબી મેયર્સ, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર, આશા ભોંસલે, આશા પારેખને આ એવોર્ડ મળ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube