રાષ્ટ્રીયમનોરંજન
Trending

69માં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ 2023’ની જાહેરાત : ‘છેલ્લો શો’ બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ,એક ક્લિકમાં જાણો સમગ્ર લીસ્ટ

  • 69માં નેશનલ ફિલ્મ એવોર્ડસમાં ગુજરાતી ફિલ્મ શામેલ
  • બોલીવુડની અનેક ફિલ્મોને પણ મળ્યાં એવોર્ડ
  • દેશની તમામ ભાષામાં બનેલી ફિલ્મો/કલાકારોને એવોર્ડ
  • રાષ્ટ્રપતિ આ એવોર્ડ વિજેતાઓને આપે છે
  • રાષ્ટ્રીય પુરસ્કાર માટે કેતન મહેતા જ્યુરીમાં છે 
  • સારી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન આપવાનો હેતુ 

69th National Film Awards 2023 Winners: સિનેમા જગતના સૌથી મોટા સન્માન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર(National Film Awards)ની જાહેરાત કરવામાં આવી છે. આજે એટલે કે ગુરુવારે 69માં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ની જાહેરાત થઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર વિજેતાઓની જાહેરાત કરી રહ્યા છે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ(Alia Bhatt)ને આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના દમદાર અભિનય માટે આ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને બેસ્ટ ડાયલોગની કેટેગરીમાં એવોર્ડ પણ મળ્યો છે. અને અલ્લુ અર્જન સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યો છે. અલ્લુ અર્જુનને ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

‘છેલ્લો શો’(The Last Film Show)ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતી ‘દાળ-ભાત’ને બેસ્ટ શોર્ટ ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે.

ક્રિટિક્સ સ્પેશિયલ મેન્શનઃ સુબ્રમણ્ય બદૂર- કન્નડ
બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃ પુરુષોત્તમ ચાર્યુલુ- તેલુગુ

બેસ્ટ બુક ઓન સિનેમા
મ્યૂઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલઃ ધ ઈન્કેડ્રિબલી મેલોડિયસ જર્ની
ઓથરઃ રાજીવ વિજયકર
પબ્લિશરઃ રુપા પબ્લિકેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ

નેશનલ ફીચર ફિલ્મ

બેસ્ટ અભિનેતા: અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝિંગ)

બેસ્ટ અભિનેત્રી: આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને ક્રિતી સેનન (મિમી)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: પંકજ ત્રિપાઠી (મિમી)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)

બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’

બેસ્ટ ડિરેક્ટર : નિખિલ મહાજન (ગોદાવરી ધ હોલી વોટર)

બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ‘સરદાર ઉધમ’

બેસ્ટ હિન્દી ફિલ્મ – ‘સરદાર ઉધમ સિંહ’

બેસ્ટ ચિલ્ડ્રન મૂવી: ‘ગાંધી એન્ડ કંપની’

બેસ્ટ શોર્ટ નોન ફિક્શન ફિલ્મ : ‘દાળભાત’ (ગુજરાતી)

બેસ્ટ બાળ કલાકારઃ ભાવીન રબારી (છેલ્લો શો)

બેસ્ટ ગુજરાતી ફિલ્મ:  ‘છેલ્લો શો’

બેસ્ટ મરાઠી ફિલ્મ: ‘એકદા કાયજાલાબેસ્ટ’

બેસ્ટ મલયાલમ ફિલ્મ: ‘હોમ’

બેસ્ટ તેલુગુ ફિલ્મ: ‘ઓપન્ના’

બેસ્ટ સંગીત નિર્દેશક : એમ.એમ કિરવાણી (RRR) દેવી શ્રી પ્રસાદ (પુષ્પા)

બેસ્ટ લિરિક્સ : ચંદ્ર બોઝ (કોંડા પોલમ)

બેસ્ટ એડિટિંગ: સંજય લીલા ભણસાલી ( ગંગુબાઈ કાઠિયાવાડી)

બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શ્રેયા ઘોષાલ

બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કાલા ભૈરવ (RRR)

બેસ્ટ કોરિયોગ્રાફીઃ પ્રેમ રક્ષિષ્ઠ (RRR)

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ: વિષ્ણુ વર્ધન (શેરશાહ)

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ : વી. શ્રીનિવાસ મોહન (RRR)

બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ: ગંગુબાઈ કાઠિયાવાડી (પ્રિતિશીલ સિંહ ડિસોઝા)

બેસ્ટ સ્ક્રીનપ્લે: નાયતુ (મલયાલમ) ગંગુબાઈ કાઠિયાવાડી (હિન્દી)

આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. સાથે જ કૃતિ સેનનને મિમી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 2022માં રિલીઝ થયેલી આર માધવનની ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટને બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુનને પુષ્પા ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

વિજેતાઓની જાહેરાત કરતા પહેલા, માહિતી અને પ્રસારણ વિભાગના અધિક સચિવ નીરજા શેખરે મીડિયાને જણાવ્યું હતું કે 28 ભાષાઓમાં કુલ 280 ફીચર ફિલ્મો અને 23 ભાષાઓમાં 158 નોન-ફીચર ફિલ્મો વિચારણા માટે પ્રાપ્ત થઈ હતી. સાઉથની ફિલ્મ ‘RRR’ નેશનલ એવોર્ડ્સમાં પણ લોકપ્રિય રહી છે. ઇન્ટરનેશનલ લેવલ પર ઓસ્કાર જીત્યા બાદ આ ફિલ્મે અનેક નેશનલ એવોર્ડ જીત્યા છે.

આ એવોર્ડ શા માટે આપવામાં આવે છે?

કલા, સંસ્કૃતિ, સિનેમા અને સાહિત્યના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવે છે. કલાકારને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે તે માટે આ એવોર્ડ આપવામાં આવે છે.

ક્યારે થઇ આની શરૂઆત

નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત 1954માં થઈ હતી. સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મરાઠી ફિલ્મ શ્યામચી આઈને મળ્યો હતો. અને હિન્દી ફિલ્મ દો બીઘા જમાને ઓલ ઈન્ડિયા સર્ટિફિકેટ ઓફ મેરિટ એવોર્ડ મળ્યો હતો.

કોણ આપે છે એવોર્ડ

આ પુરસ્કારો રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે, પરંતુ ક્યારેક ઉપરાષ્ટ્રપતિ અથવા માહિતી પ્રસારણ મંત્રીએ પણ આ પુરસ્કારો આપ્યા છે. જોકે મોટાભાગનો સમય રાષ્ટ્રપતિ આપે છે. રાષ્ટ્રપતિ તરફથી આ મોટો એવોર્ડ મેળવવો કલાકારો માટે ગર્વની વાત છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button