Surat News: સુરતના સરથાણા વિસ્તારમાં સ્મિત જીયાણી નામના યુવકે તેની પત્ની અને પુત્રની હત્યા કરી હતી જે બાદ માતા-પિતાને પણ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ચકચારી આ બનાવમાં પોલીસ તપાસ કરી રહી છે દરમ્યાન આજે હોસ્પિટલના બીછાને રહેલા સ્મિત જીયાણીએ ફરીથી ગળાના ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.
મળતી માહિતી મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં રાજહંસ સ્વપ્ન સુર્યા બિલ્ડીંગમાં રહેતા સ્મિત જીયાણીએ ગત ૨૭ ડીસેમ્બરના રોજ તેના ૪ વર્ષના પુત્ર અને તેની પત્ની હિરલની ઘાતકી હત્યા કરી હતી જે બાદ તેના પિતા લાભુભાઈ અને માતા વિલાસબેનના ગળાના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો અને બાદમાં સ્મિત જીયાણીએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં તેના માતા પિતા અને સ્મિતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દરમ્યાન સ્મિત હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
દરમ્યાન આજે હોસ્પિટલ બીછાને સારવાર લઇ રહેલા સ્મિત જીયાણીએ ફરીથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આજરોજ ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ ધરપકડ કરશે તેવી જાણ થતા સ્મિત દ્વારા આજે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરથાણા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નિવેદન નોંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યા ટાવરમાં આ ઘટના બની હતી. જેમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. સ્મિત જિયાણી નામના વ્યક્તિએ ઘરનાં જ 4 સભ્યોની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિતે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ ઘટનામાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે માતા-પિતા સહિત સ્મિતને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિવારમાં અંદરોઅંદર મનદુઃખની બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube