February 9, 2025
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ નવા વર્ષે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કલરફુલ સેવંતીના ફુલોનો કરાયો દિવ્ય શણગાર

in-the-new-year-shri-kashtabhanjandev-hanumanji-dada-was-decorated-with-colorful-sevanti-flowers

Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.01-01-2025નને બુધવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કલરફુલ સેવંતીના મિક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.

કલરફુલ સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર

આજે સવારે 5:45 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે કલરફુલ સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. આજે 2025 વર્ષ પ્રારંભે આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદ તેમજ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

યજ્ઞનું પણ છે આયોજન

પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

આજે થર્ટી ફર્સ્ટે સુરતના સરથાણા માં 1 લાખ યુવાનો સામુહિક હનુમાન ચાલીસા પાઠની સાથે હનુમાન જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી

Sanskar Sojitra

Statue Of Unity: વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બટરફ્લાય ગાર્ડન,જુઓ બટરફ્લાય ગાર્ડનના PHOTOS

KalTak24 News Team

દૈનિક રાશિફળ 20 ડિસેમ્બર 2024: આજે માં લક્ષ્મીની કૃપાથી આ 4 રાશિના જાતકોના આજે ગ્રહોની દશા કર્ક રાશિ માટે અનુકૂળ, સુખ-સંપત્તિમાં વધારો થશે, આજનું રાશિફળ

Mittal Patel
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં