Shree Hanuman Chalisa Yuva Katha – Surat:સરથાણા વિસ્તારમાં મારૂતિ ધુન મંડળ દ્રારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે.કથાના ચોથા દિવસે ૩૧ ડિસેમ્બરે રાત્રે ૮ કલાકે સરથાણા ખાતે યુવાનો સામુહિક હનુમાન ચાલીસાનો પાઠ કરશે.સાથે સુરત ના આંગણે ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવાશે. જેમાં 151 કિલોની કેક દાદાને ધરાવામાં આવશે, સમગ્ર સભામંડપ 500 કિલો ફુલો અને ફુગ્ગાથી સજાવવામાં આવશે તેમજ 2000 કિલો ચોકલેટ-કેટબરી દાદાને ધરાવવામાં આવશે,અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેના દર્શન થશે,DJના તાલે યુવાનો હનુમાન ભક્તિમાં થનગનાટ કરશે અને અસંખ્ય બાળકો હનુમાનજીની વેશભૂષા ધારણ કરી કથાસ્થળે આવશે.
‘જીવન વ્યસનમાં વેડફવાને બદલે યુવાનો હનુમાનજીના માર્ગે ચાલી સાર્થક કરે’
સોમવારે હનુમાન ચાલીસા યુવા કથામાં શ્રી હરિ પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે,વર્તમાન સમયમાં ઘણાં યુવાનો ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે. પહેલાંના સમયે લોકો જુગાર રમવા એક જગ્યાએ ભેગા થતાં અને આજે મોબાઇલ પર ઘરબેઠાં રમી શકાય છે. છેલ્લાં 2 વર્ષમાં દેશમાં 4 કરોડ લોકો જુગારની લતે ચડ્યા છે. આજે પોતાનું જીવન વ્યસનમાં વેડફવાને બદલે યુવાનો હનુમાનજીના આદર્શ પર ચાલીને જીવનને સાર્થક કરે. શિક્ષાપત્રીમાં પણ ભગવાને જુગાર નહીં રમવાની આજ્ઞા કરી છે. હનુમાન ચાલીસાની એક એક ચોપાઈ મંત્ર છે. આધ્યાત્મ તરફ જવાનો રાજમાર્ગ છે.એક માત્ર હનુમાનજીને રામદૂત તરીકે સંબોધિત કરવામાં આવે આવે છે. છે દૂતના અનેક ગુણો વિસ્તારપૂર્વક સમજાવ્યા હતા.
Advertisement
© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube