September 20, 2024
KalTak 24 News
Bharat

ઉત્તરપ્રદેશ: મથુરામાં રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી પ્લેટફોર્મ પર ઘુસી ગઈ, યાત્રીઓમાં અફરાતફરીનો માહોલ,VIDEO

Mathura Train Accident

Mathura Train Accident: ઉત્તરપ્રદેશ (Uttarpradesh) ના મથુરા જંક્શન (Mathura Junction) પર મોડી રાતે એક ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. શકૂર બસ્તીથી આવતી એક ઈએમયુ ટ્રેન મથુરા રેલવે સ્ટેશન (Mathura Railway Station) ના પ્લેટફોર્મ પર ફરી વળી હતી.જો કે સદનસીબે આ દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને ટ્રેનને નિયત જગ્યાએ ઉભી રાખવાની હતી. તે દરમિયાન બ્રેકના બદલે ટ્રેનનું એક્સીલેટર દબાઈ ગયું અને ટ્રેન પ્લેટફોર્મ પર ચડી ગઈ.આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

ઘટના સમયે ટ્રેનમાં નહોતા મુસાફરો
મળતી માહિતી મુજબ, લોકલ ટ્રેન લગભગ દસ વાગ્યે નવી દિલ્હીથી મથુરા પહોંચી હતી. અહીં મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. આ પછી ટ્રેનને બંધ કરીને ઉભી રાખવાની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરે ટ્રેનને રોકવા માટે બ્રેક લગાવવાની હતી, પરંતુ એક્સિલરેટર દબાઈ ગયું હતું. આ પછી ટ્રેન બેરિયર તોડીને સ્ટેશન ઉપર ચઢી ગઈ.

આ માનવીય ભૂલ હતી કે ટેકનિકલ ભૂલ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના અંગે રેલ્વે પ્રશાસનનો કોઈ અધિકારી કેમેરામાં કંઈપણ કહેવા તૈયાર નથી. જોકે, એન્જિન હટાવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં એ પણ જોઈ શકાય છે કે ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ પર ચઢી ગયું છે, જેના કારણે પ્લેટફોર્મ તૂટી ગયું છે અને ટ્રેનના કેટલાક ભાગોને પણ નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે અહીંથી પસાર થતી માલવા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને અસર થઈ છે.

તમામ યાત્રીઓ સુરક્ષિત

મથુરા સ્ટેશનના નિર્દેશક એસ.કે. શ્રીવાસ્તવે કહ્યું કે તમામ યાત્રીઓ પહેલાંથી જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જોકે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ ટ્રેન શકુર બસ્તીથી આવે છે. ટ્રેન રાતે 10:49 વાગ્યે પહોંચી હતી. તમામ યાત્રીઓ ટ્રેનથી ઉતરી ગયા હતા. જોકે દુર્ઘટનાના સમયે પ્લેટફોર્મ પર હાજર યાત્રીઓમાં ફફડાટ મચી ગયો હતો.

mathura-train-accident-a-train-derailed-at-the-railway-station-in-mathura-and-entered-the-platform-203461

તપાસ શરૂ કરાઈ

આ મામલે સ્ટેશનના નિર્દેશકે કહ્યું કે અચાનક જ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી આવતાં નાસભાગ મચી ગઈ હતી. આ મામલે દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અપલાઈનમાં અમુક ટ્રેનોને અસર પણ થઇ હતી. હાલમાં ટ્રેનને પ્લેટફોર્મથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન હટાવ્યાં બાદ અપ લાઈનની ગાડીઓની અવર-જવર ફરી શરૂ થઇ શકશે.

આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર બની હતી. રેલવેની ટીમ AMU ટ્રેનને પ્લેટફોર્મ પરથી હટાવવામાં વ્યસ્ત છે. ઘટના બાદ સ્ટેશન પર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. રેલવે કર્મચારીઓ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના અંગે લોકોનું કહેવું છે કે સદનસીબે કોઈને ટ્રેનની ટક્કર ન થઈ, નહીંતર જાન-માલનું મોટું નુકસાન થઈ શક્યું હોત.

 

 

Related posts

કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા, તમામ મુસાફરો સુરક્ષિત;રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી પ્રતિક્રિયા

KalTak24 News Team

સેંકડો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી આ વર્ષે “દીકરી જગત જનની” શીર્ષક હેઠળ કરશે 300 દીકરીનું કન્યાદાન..

Sanskar Sojitra

અયોધ્યા રામ મંદિર/વડોદરાથી મોકલવામાં આવેલી અગરબત્તી પ્રગટાવવામાં આવી,મહંત નૃત્યગોપાલદાસજી મહારાજની હાજરીમાં કરાયા શ્રીગણેશ,જુઓ વીડિયો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી