ગુજરાત
Trending

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો વધુ એક કિસ્સો,અમદાવાદના હર્ષ સંઘવીનું હાર્ટ એટેકથી મોત,પરિવાર સાથે રાજસ્થાન યાત્રાએ ગયા હતા

Heart Attack News: કોરોના કાળના થોડા સમય બાદ એકાએક લોકોના હાર્ટ એટેકથી મોત નિપજવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસમાં ત્રણ યુવકોએ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
  • ખાનપુરમાં આશરે 32 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ
  • બસમાં જ હાર્ટ એટેકથી હર્ષ સંઘવી નામના યુવકનું મૃત્યુ

Another death due to heart attack in Gujarat : રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં આજે અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું (A youth from Ahmedabad died of a heart attack) થયું છે.

ખાનપુર વિસ્તારમાં રહેતા યુવકને બસમાં આવ્યો હાર્ટ એટેક

પ્રાપ્ત માહિતી અનુસાર,રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે,અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતા આશરે 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. હહર્ષ સંઘવી નામનો આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો (He suddenly had a heart attack on the bus) હતો. હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા.યુવક પરિણીત હતો અને તેને બે વર્ષની દીકરી પણ છે.

2 વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી
ખાનપુરનો આ યુવક સોડીઓનો વેચારી હતો અને ઘરેથી જ કામ કરતો હતો. જ્યારે તેના પિતા યુવકના મૃત્યુ બાદ પરિવારે વહેલી સવારે 3 વાગ્યે અમદાવાદ પહોંચ્યો હતો. અચાનક યુવકના મોતથી પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે. તો 2 વર્ષની બાળકીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

ભાવનગરના તળાજામાં યુવકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજામાં મામલતદાર કચેરીએ ટીમાણા ગામનો અરવિંદ પંડ્યા નામનો યુવક રેશનકાર્ડ કઢાવવા માટે લાઇનમાં ઉભો હતો. જે દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. હાજર લોકો યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવક લાઇનમાં ઉભો હતો એ સમયે તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગઇકાલે જામનગરમાં ગરબા પ્રેક્ટિસ કરતા યુવકનું મોત
જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલાં ”સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ”માં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરવા ગયો હતો. આ દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને ત્યાં હાજર લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા હતા ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે. ગઈકાલે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેકિટ્સ કરતાં હૃદય રોગના હુમલાથી અપમૃત્યુ થયુ હતું જ્યારે સુરતના કતારગામ GIDC વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા