સુરત: સ્વચ્છ ભારતના મેસેજ સાથે પાલિકાએ શહેરના દરેક વોર્ડમાં શરૂ કરેલાં 5R કલેક્શન સેન્ટર ઉપર વરાછાના યુવા ગ્રુપે ડેડ સ્ટોક સમાન બાળકોનાં 1 હજાર જોડી કપડાં જમાં કરાવી જરૂરિયાતમંદોની દિવાળી વાસ્તવિક અર્થમાં સાર્થક બનાવી છે.દિવાળી મહોત્સવ પૂર્વેની સફાઇ દરમિયાન લોકો ઘર-દુકાનની જૂની ચીજ-વસ્તુઓ કાઢી નાંખે છે, જેને સુરત 5R કૉન્સેપ્ટ હેઠળ પાલિકાએ સ્વીકારી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને આપવા તૈયારી દર્શાવી હતી.
આ કૉન્સેપ્ટ અંતર્ગત સોમવારે વરાછામાં ત્રણેક વર્ષથી E-કોમર્સના બિઝનેસ હેઠળ સ્વઘોષ કિડ્સવેરની દુકાન ચલાવતા યુવકોએ ઘરે-ઘરે ફરીને ડેડ સ્ટોક એકત્રિત કર્યો હતો. વિકાસ રાખોલિયાએ કહ્યું કે, આશરે 1 લાખ ઉપરાંતની કિંમતના 1 હજાર જોડી કપડાં ભેગા થયાં હતાં, જેને વેસ્ટ તરીકે કાઢવાને બદલે પાલિકાના 5R (Refuse, Reduce, Reuse, Repair, Recycle) કોન્સેપ્ટમાં આપવાનું નક્કી કર્યું હતું, જેથી મેયર દક્ષેશ માવાણીને સમગ્ર સ્ટોક સુપરત કરાયો હતો. મિશન સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત શરૂ કરાયેલો 5R કૉન્સેપ્ટ જરૂરિયાતમંદ પરિવારનાં 1 હજાર બાળકોની દિવાળી સાર્થક બનાવશે. જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ઉપર સ્મિત જાળવી રાખવા પાલિકાના 5R કોન્સેપ્ટની યુવાઓએ સરાહના કરી હતી.
શહેર ને સ્વચ્છતામાં ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે લાવવા માટે સુરત મહાનગરપાલિકાના નાનામાં નાના કર્મચારી, નાગરિકો સાથે રાખીને, મળીને સર્વો યથાગ પ્રયત્નો થકી આજે દેશમાં સ્વચ્છતા બાબતે સંદેશ આપી રહિયા હોય ત્યારે અમે એક નાગરિક તરીકે ગર્વ અનુભવ્યે છીએ ત્યારે વર્ષ 2024 મિશન સ્વસ્છ સરક્ષણ સાથે સાથે જરૂરિયાતમંદવાળા લોકો ના બાળકો સુધી કપડાં પહોંચે તે હેતુથી આપ પ્રયાસો કરી રહિયા હોવ ત્યારે આ તમામ બાબતો અમોએ સોશિયલ મીડિયા બાબતે ધ્યાને આવતા જાણકારી લઈને અમોએ પ્રેરણા લીધી..
સુરત મહાનગરપાલિકા સુરત શહેર મેયર સાહેબના મિશન સ્વસ્છ સરક્ષણ 2024માં જરૂરિયાતમંદ પરિવાર બાળકો ના મુખે દિવાળી દરમિયાન અને નવા વર્ષ દરમિયાન બાળકોના મુખે ખુશીઓ આવે જેવા ભાવ થી આજ રોજ આપ શ્રી ની આગેવાની હેઠળ તમામ કપડાંઓ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ને સાથે રાખીને અર્પણ કર્યા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube