ગુજરાત
Trending

શું તમારે વોટ આપવા જવું છે પણ મતદાન મથક ક્યાં છે ખબર નથી? તો અહીંથી તમારી વોટર સ્લીપ ડાઉનલોડ કરી શકો છો

Gujarat Election 2022: ગુજરાતમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું ચૂંટણી મતદાન યોજાવાનું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર યોજાનારા આ મતદાનમાં 788 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 25393 મતદાન મથકો પર વોટિંગ થવાનું છે. જોકે ઘણીવાર મતદાતાઓને વોટર સ્લીપ ન મળવાના કારણે તેઓ વોટ આપવા ક્યાં જવું તેને લઈને મૂંઝવણમાં મૂકાતા હોય છે. જોકે આવા મતદારો સીધા જ ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને તેમની વોટર સ્લીપ મેળવી શકે છે.

Gujarat Election 2022 Kaltak24 News

 

વોટર સ્લીપ કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરવી?

  1. સૌથી પહેલા https://electoralsearch.in/ વેબસાઈટ પર જાઓ.
  2. અહીં તમે બે રીતે તમારી વોટર સ્લીપને ડાઉનલોડ કરી શકો છે.
  3. પહેલા વિકલ્પમાં તમે તમારા નામ, ઉંમર, તથા મતવિસ્તાર સહિતની વિગતો ભરીને વોટર સ્લીપ મેળવી શકશો
  4. બીજા વિકલ્પમાં તમારા વોટર આઈ-કાર્ડ પરનો એપિક નંબર દાખલ કરીને પણ સર્ચ કરી શકો છો.

આ બંને રીત દ્વારા મતદાર તેમનો વિધાનસભા વિસ્તાર, તેમનો બુથ નંબર, ક્રમ, બુથનું સરનામું તથા તેમની વોટર સ્લીપને ઓનલાઈન જોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 1લી ડિસેમ્બરે રાજ્યમાંથી 1.24 કરોડથી વધુ પુરુષ મતદારો અને 1.15 કરોડથી વધુ મહિલા મતદારો લોકશાહીના સૌથી મોટા પર્વમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 25 હજારથી વધુ મતદાન મથકો પર 2.39 કરોડ જેટલા મતદારો સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button