Narmada Throw Stones: ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલા નર્મદા જીલ્લાના સેલાંબા ગામે બજરંગ દળ(Bajrang Dal) દ્વારા શૌર્ય જાગરણ યાત્રા(Shorya Jagran Yatra) યોજવામાં આવી હતી. આ યાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોચીને ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હોવાનું જાણવા મળે છે.
આજે સવારે નર્મદા બજરંગ દળ દ્વારા નર્મદા જીલ્લાના સેલંબા ગામે શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી યાત્રા જયારે મુસ્લિમ વસ્તી પાસે પહોંચી ત્યારે મુસ્લિમ વિસ્તારમાંથી યાત્રા પર પથ્થરમારો શરુ થઇ ગયો હતો. એકાએક પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં કેટલાક બજરંગદળના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. બંને તરફ માહોલ ગરમાતા ગામમાં બે ટોળા સામસામે આવી ગયા હતા. ભારે પથ્થરમારો કરીને વાહનોને આગના હવાલે કરવાની કોશિષ કરવામાં આવી હતી. જ્યારે બે દુકાનોને પણ આગને હવાલે કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. વિગતો મુજબ કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે.આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે.જ્યારે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. નર્મદા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube