November 21, 2024
KalTak 24 News
GujaratReligion

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ/ લક્ષ્મીનારાયણ દેવના દ્વારેથી કેન્દ્ર સરકારે 200 રૂપિયાના શુધ્ધ ચાંદીના સિક્કો બહાર પાડ્યો; પીએમ મોદીએ કહ્યું, મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.

The-Central-government-releases-rs-200-coin-for-vadtal-dwishatabdi-mahotsav-in-pm-modi-delivers-special-address-gujarati-news
  • આ પ્રતિક ચિન્હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશેઃ PM મોદી
  • હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છેઃ PM મોદી
  • વડતાલ ધામ આજે માનવતાની સેવા અને યુગ નિર્માણનું અધિષ્ઠાન બની ચૂક્યું છે: PM મોદી

 

Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ: વડતાલધામમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ઉજવણીનો આજે પાંચમો દિવસ છે ત્યારે પીએમ મોદીએ સભામંડપમાં ઉપસ્થિત હજારો હરિભક્તોને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મારી ઈચ્છા હતી કે, હું આજે સ્વયં વડતાલધામમાં ઉપસ્થિત રહું. પરંતુ, વ્યસ્તતાના કારણે એ સંભવ નથી શક્યું. પણ હું હ્રદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલધામમાં જ છે.

20241111 142707

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડ્યો હતો. જેનું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીએ આજે રાજકીય મહાનુભાવો અને પૂજ્ય સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલ ધામમાં કાર્તિકી સમૈયાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. આજે પાંચમા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહોત્સવમાં 11:15 મિનિટે વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા. વડાપ્રધાનનું વર્ચ્યુઅલ આગમન સમયે સૌએ ધ્વજ લહેરાવીને સ્વાગત કર્યું.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241111 143535 0000

આ પ્રસંગે મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં આ ક્ષણને વધાવી હતી. સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ નિમિત્તે પૂજ્ય આચાર્ય મહારાજે દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો હદયપૂર્વક આભાર માન્યો હતો. કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના ફાયનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્યો હતો. દ્વિશતાબ્દી મહોત્સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્પ્યુટસ સેટલમેન્ટ & અપેલેટ ટ્રિબ્યુનલ ના ચેરમેન અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી બી.એન. પટેલ સાહેબ હાજર રહ્યા હતા.જે બાદ વડતાલ મંદિરના 200 રુપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું હતું.

200 રૂપિયાના સિક્કાની વિશેષતા

  • ચાંદીઃ 99.9 ટકા
  • વ્યાસઃ 44 mm 
  • વજનઃ 44 ગ્રામ
  • સિરેશનઃ 200
  • આ સિક્કાની કિંમત 6500 રૂપિયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રણામ કરું છું. વડતાલ ધામમાં દ્રિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. અહીં દેશ-વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામિનારાયણની પરંપરા રહી છે કે,સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા-સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને મારો આનંદ અનેકગણો વધી ગયો છે. વડતાલ ધામની સ્થાપનાના 200 વર્ષે આ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન એ માત્રે ઈતિહાસની તારીખ નથી. આ મારા જેવા દરેક વ્યક્તિ માટે જે વડતાલ ધામમાં આસ્થા સાથે જોડાયા છે. તે મોટો અવસર છે. હું માનું છું કે, અમારા માટે અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહોનું પ્રમાણ છે.

20241111 142704

‘અનેક પ્રસંગોએ મને સંતોના આશીર્વાદ મળતા રહ્યા છે’

ભગવાન સ્વામીનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યકિત જાણે છે કે, આ પરંપરા સામે મારો સંબંધ કેટલો ઉંડો છે. અમારા રાકેશજી સાથે મોરો સંબંધ કેટલો જૂનો છે તે ક્યારેક તમને બતાવશે. આ સંબંધ આત્મીક પણ છે, આધ્યાત્મિક પણ છે અને સામાજિક પણ છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે સંતોનું સાનિધ્ય અને સત્સંગ મારા માટે સહજ ઉપલબ્ધ રહેતો હતો. સ્વામીનારાયણ ભગવાનની કૃપાથી આજે પણ પણ કોઈના કોઈ રૂપે તે ક્રમ તો ચાલ્યો જ રહે છે. અનેક પ્રસંગોએ મને સંતોના આશીર્વાદ મળતા રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 200 વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણે કરી હતી. આજે પણ તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખી છે. આજે પણ અહીં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવ કરી શકીએ છીએ. હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્રિશતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપું છું.

મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. આ પ્રતિક ચિન્હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્છા તો ઘણી હતી તમારી સાથે જૂની વાતો કરું અને બેસું. પણ જવાબદારી અને વ્યસ્તતાને લીધે આ સંભવ ના થયું. હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.

COIN

તેમણે વડતાલ વિશે વાત કરતાં કહ્યું કે, સમાજમાં શિક્ષાપત્રીનું મહત્ત્વનું યોગદાન છે.શિક્ષાપત્રીનું આત્મસાત કરવું અને તે દિશામાં આગળ વધવું તે આપણું કર્તવ્ય છે. વડતાલ ધામ આજે આ જ પ્રેરણાથી માનવતાની સેવા અને યુગ નિર્માણનું અધિષ્ઠાન બની ચૂક્યું છે. વડતાલ ધામે આપણને વંચિત સમાજથી સગરામજી જેવા ભક્તો દીધા છે. અહીં કેટલાય બાળકોના ભોજનની, આવાસની અને કેટલાય આદિવાસી ક્ષેત્રમાં સેવાના કાર્ય ચાલી રહ્યા છે. દીકરીઓની શિક્ષાના અભિયાન પણ ચલાવી રહ્યા છે.

કુંભમેળાને લઈ વિદેશમાં રહેતા સંપ્રદાયના લોકોને અપીલ કરી

આગામી દિવસોમાં પ્રયાગરાજમાં પૂર્ણ કુંભ મેળો યોજાવાનો છે. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આ કુંભ મેળામાં 40 કરોડથી વધુ લોકો આવવાના છે. ત્યારે હું તમને આગ્રહ કરું છું કે, વિશ્વના અનેક દેશોમાં તમારા મંદિર છે. ત્યારે ત્યાં જે વિદેશી લોકો છે તેઓને કુંભમેળાનું મહત્વ સમજાવવામાં આવે. વિદેશમાં આવેલી તમારી શાખામાંથી ઓછામાં ઓછા 100 લોકો વિદેશી લોકોને કુંભમેળામાં દર્શન માટે લાવવામાં આવે. આ આખા વિશ્વમાં ચેતના પ્રગટાવવાનું કામ છે. તે તમે આસાનીથી કરી શકો છું.

whatsapp image 2024 11 11 at 115110 1731306401

અંતમાં તેમણે કહ્યું કે, વડતાલમાં સ્વામિનારાયણની પ્રાસાદિક વસ્તુનું મ્યુઝિયમ છે. કારણ કે, આ મ્યુઝિયમ ઓછા સમયમાં પરિચિત કરાવે છે. મને વિશ્વાસ છે કે, ભારતની આસ્થાનું અમર મંદિર બનશે. આ પ્રયત્નથી વિકસિત ભારતનો ઉદ્દેશ પૂરો થશે.

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ વડતાલ સંસ્થા જ્યારે 200 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેની જાણ અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી હતી. તેમના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ શું થઈ શકે તેની શોધ કરતાં અમારા વડીલો દ્વારા એવો નિર્ણય કર્યો કે, શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો બનાવડાવામાં આવે.

whatsapp image 2024 11 11 at 115113 1731306413

આ પછી અમારા સ્નેહી પંકજભાઈ દેસાઈ અને દેવુસિંહ ચૌહાણ ખાસ તાર-ટપાલ, વ્યવહારના મંત્રી હતા તે વખતે અમારી ગોષ્ઠી થઈ હતી અને એમણે કહ્યું હતું કે, અમે બનતી મહેનત કરીશું. આમ પેપરવર્ક શરૂ કર્યું. જેમાં ઘણાં વિભાગો હેલ્પફુલ થયા હતા અને રીતસર જેવી રીતે ચલણ બહાર પડે એવું સેન્ટર ગવર્મેન્ટ દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનીએ છીએ કે, તેમના દ્વારા આ શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો પ્રસિદ્ધ થયો. આ સિક્કામાં એક બાજુ ભારતની રાજ મુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે. આનાથી સતસંગીઓ ગૌરવ અનુભવે છે. વડતાલના સમગ્ર હરિભક્તો, સંતો અને આચાર્યશ્રી અભિનંદન પાઠવે છે.

 

Advertisement

Advertisement

 

Group 69

 

 

Related posts

સુરત/ મોટા વરાછામાં AAPના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષના દીકરાનું નિધન,દુર્ઘટના સમયે ઘરમાં 7 લોકો હતા ઉપસ્થિત

Sanskar Sojitra

NARMADA : નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ,જુઓ VIDEO

KalTak24 News Team

સ્પેશિયલ સ્ટોરી/ સુરતની આ દીકરી ૨ વર્ષથી ફુટપાથ પર રહેતા ૧૬૦થી વધુ બાળકોને આપી રહી છે શિક્ષણ;વાંચો સ્ટોરી એક ક્લિકમાં

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..