KalTak24 News Special: અન્નદાન,વસ્ત્રદાન અને શ્રમદાન કરતા પણ મહત્વનું હોય છે શિક્ષણદાન.ત્યારે સુરત(Surat) ની આ દિકરી શિક્ષણ નું કાર્ય કરી રહી છે, ઈન્ટિરિયલ ડિઝાઇનર માનસી સોજીત્રા,ઈશા ખૂંટ અને જેનિશ ડોબરિયા (Mansi Sojitra,Isha khunt and Jemish Dobariya)જેઓ ફૂટપાથ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતા શ્રમિકો પરિવારના બાળકોને છેલ્લા બે વર્ષથી શિક્ષણ(Education) આપી રહી છે.
View this post on Instagram
માનસી સોજીત્રા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,મારી એક ફ્રેન્ડ આ કામ કરતી હતી. ત્યાં બાળકોને ક્રાફ્ટ શિખવતી હતી. ત્યારે એક મિત્ર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો.તેણે મને કહ્યું કે,હું જે સાઇટ પર કામ કરવા જાઉ છું. ત્યાં ઘણા બધા બાળકો છે. તું તેમને શિક્ષણ આપી શકે છે. મને વિચાર આવ્યો કે આ એક સારું કામ છે. તરત જ મે હા પડી દીધી હતી.ત્યારબાદ તેઓ અણુવ્રતદ્વાર વિસ્તારમાં વિઝિટ માં ગયા ત્યારે ત્યાં ૨૫-૩૦ બાળકો હતા. બપોરનો સમય હતો. તેમણા માતા-પિતા સાથે વાત કરી અને કહ્યું,હું તમારા બાળકોને ભણાવીશ ત્યારે આ વાત સાંભળી તેમના માતા-પિતા ખુશ થઈ ગયા હતા. ત્યારે રિસ્પોન્સ આપતા કહ્યું કે, હા તમે ભણાવો,તમે અમારા બાળકોનું આટલું વિચારો છો,તો તમારો આભાર. તે દિવસ થી હું,ઈશા ખૂંટ અને જેનિશ ડોબરિયા તેમને ભણવવા જાઈએ છીએ.
વધુ વાતચીતમાં માનસી સોજીત્રાએ જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં અમને ખૂબ જ તકલીફ પડે કારણ કે તેઓ અમારું સાંભળતા જ ન હતા પરંતુ ધીમે ધીમે તેઓ બધું સમજવા લાગ્યા. શરૂઆતમાં અમે તેમને બોડી પાર્ટ્સ,બેડ ડચ,ગૂડ-ડચ,ફળોના નામ,શાકભાજી ના નામ શીખવાડ્યા હતા તથા ઘણી વસ્તુ ખવડાવી અને સ્વાદનો અનુભવ કરાવ્યો હતો.આ બાળકોને Zoo(પ્રાણીસંગ્રહાલય) જોવા માટે લઈ ગયા હતા ત્યારે તેમાંના બાળકોએ જણાવ્યું હતું કે આ જુમાં અમે પ્રથમ વખત આવ્યા છે અને ત્યાં વિઝીટ માં તમામ પ્રાણીના નામ ગુજરાતી/અંગ્રેજીમાં શીખવ્યા હતા. આ બાળકોને એનિમલની ડાયરીમાં કલર અને પ્રેક્ટીકલ માં ભણવા લાગ્યા હતા સાથે દર શનિવારે યોગા અને રવિવારે ગેમ રમાડવાની પ્રવૃત્તિ પણ કરાવીએ છીએ. ગત હોળીના તહેવારમાં રંગબેરંગી ફૂલો લાવીને બાળકોને ફૂલો વિશે માહિતી આપી હતી.રક્ષાબંધનના તહેવારની પણ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
View this post on Instagram
છેલ્લા બે વર્ષથી જે બાળકોને તેઓ ભણાવી રહ્યા છે.જેમાંના 40 વિદ્યાર્થીઓ હાલ સ્કૂલમાં ભણવા માટે જઈ રહ્યા છો.અણુવ્રત દ્વાર સિવાય તેવો કતારગામ વિસ્તારમાં બાળકોને ભણાવવાનું કાર્ય કરી રહ્યા છે.તેમાં 45 થી 50 બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમાંથી ઘણા બાળકોને સ્કૂલમાં અભ્યાસ માટે પણ મૂકવામાં આવ્યા છે.
માનસીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ સચિન વિસ્તારોમાં વિસ્તારમાં 25 જેટલા બાળકોને ભણાવવાનું શરૂ કરશે.આ સાથે તેઓ રાત્રે ફૂટપાથ પર રહેતા જેને જરૂર છે તેવા વ્યક્તિઓને ફૂડ આપવાનું પણ કાર્ય કરી રહી છે.છેલ્લા બે વર્ષથી હું આ કામ કરી રહ્યું છે ત્યારે 160 થી પણ વધુ બાળકોને શિક્ષિત કર્યા છે જેમાં જનરલ નોલેજ થી લઈને કેટલાક પ્રેક્ટીકલ નોલેજનો પણ હું તેમને આપું છું ખાસ કરીને હું વિદ્યાર્થીઓને અલગ અલગ તહેવારોનું પણ મહત્વ સમજાવવું છું.
View this post on Instagram
આ સાથે માનસીએ જણાવ્યું હતું કે તેઓ અણુવ્રત દ્વાર ખાતે દરરોજ 12 થી 3 ના સમયમાં બ્રિજ નીચે ભણવાનું કાર્ય કરે છે આ સાથે કતારગામ ખાતે 5.30થી 7.30 સમયસુધી બાળકોને તેઓ ભણાવી રહ્યા છે એમનું કહેવું છે કે દરેક લોકોને ભણવાનું હક છે તેથી હું ઝૂંપડપટ્ટી,ફૂટપાથ અને પુલ નીચે રહેતા બાળકોને ભણાવવાનું કામ કરી રહી છું તેમનું કહેવું છે કે સુરતના તમામ લોકો આ કામ કરે અને આ સાથે અમારી સાથે જોડાઈને પણ આ કામ કરી શકે છે.આ સાથે આપ સેવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ પેજ થકી પણ જોઈને સપોર્ટ આપી શકો છો..
રિપોર્ટ: સંસ્કાર સોજીત્રા (એડિટર-કલતક૨૪ ન્યૂઝ)
આ પણ વાંચો:
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube