77th Cannes Film Festival 2024: 14 મેથી 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (77th Cannes Film Festival) ની શરૂઆત થઈ ચૂકી છે. આ ઈવેન્ટ 15 મે 2024 સુધી ચાલવાનું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ભારતીય સેલેબ્લ પણ પોતાનો જલવો બતાવી રહ્યા છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રીએ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે.
ભારતીય અભિનેત્રી અને સિંગર દીપ્તિ સાધવાણીએ પોતાના ડેબ્યુથી ફેન્સને સરપ્રાઈઝ આપી દીધું છે. દીપ્તિ સાધવાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પણ જોવા મળી ચૂકી છે. આજે અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરીને ફેન્સ ખુશ કરી દીધો છે.
View this post on Instagram
દીપ્તિ સાધવાણી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ડેબ્યુ પર ઓરેન્જ કલરના ફુલ સ્લીવ્સ ગાઉનમાં જોવા મળી હતી, જેમાં તેને લોન્ગ ટ્રેલ વાળા શ્રગ સાથે કેરી કરેલ છે. આ ડ્રેસના અપર પોર્શનને કોર્સેટ ડિઝાઈનમાં ઓફ શોલ્ડર રાખવામાં આવ્યું. આ સાથે જ હાઈ થાઈ વાળા આ સ્લિટને કાપી દેવામાં આવ્યું છે.
દીપ્તીએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે કાનમાં ઓરેન્જ કલરના સ્ટડ ડ્રોપ ઈયરરિંગ્સ પહેર્યા હતા. આ સિવાય બંને હાથમાં રિંગ અને એક હાથમાં બ્રેસલેટ પહેર્યા હતા. આ સાથે જ અભિનેત્રીએ મિનિમલ મેકઅપ કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube