મનોરંજન
Trending

બૉલિવૂડની ‘ધાકડ ગર્લ’ કંગના રણૌતના ટ્વિટર એકાઉન્ટ પરથી હટાવવામાં આવ્યો પ્રતિબંધ

Kangana Ranaut Twitter: બૉલિવૂડની ‘ધાકડ ગર્લ’ કંગના રણૌત(Kangana Ranaut)નું ટ્વીટર એકાઉન્ટ મે-2021 માં બેન કરી દેવામાં આવ્યું હતુ. જો કે હવે કંગના ટ્વીટર પર પરત ફરી છે. આજે કંગનાએ પોતાના ટ્વીટર(Twitter) એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું અને કહ્યું કે- “તમામને નમસ્કાર, અહીં પરત ફરવું સારું લાગી રહ્યું છે.” કંગના દ્વારા પોસ્ટ કરવામાં આવતા જ કેટલાક સેલેબ્સ સહિત અન્ય યુઝર્સે પણ કોમેન્ટ સેક્સનમાં અભિનેત્રીનું સ્વાગત કર્યું હતુ.

આ સાથે જ કંગનાએ “ઈમરજન્સી” પર બની રહેલી પોતાની ફિલ્મના પડદા પાછળનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. જેમાં લખ્યું છે કે, ઈમરજન્સીનું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું. 20 ઑક્ટોબર, 2023માં થિયેટરમાં જોવા મળશે.

જણાવી દઈએ કે, મે-2021માં કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતુ. હકીકતમાં અભિનેત્રીએ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા વિરુદ્ધ ટ્વીટ કર્યું હતુ. જે બાદ એક્ટ્રેસનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો:1 ફેબ્રુ.એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે INDvsNZ T-20 મેચ,રૂપિયા 500થી લઈને 10 હજાર સુધીનો છે ભાવ,બુકિંગ શરૂ

કંગના રણૌત પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તે ટ્વીટરની પૉલિસીનું સતત ઉલ્લંઘન કરી રહી છે. એક્ટ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સ, ટ્વીટરની પૉલિસીને નુક્સાન પહોંચાડી રહ્યાં છે.

કંગનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં “ઈમરજન્સી” ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી એક્ટ્રેસનો ફર્સ્ટ લુક પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, મહિમા ચૌધરી, વિશાલ નાયર અને શ્રેયસ તળપતે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ઉપરાંત કંગનાની અન્ય એક ફિલ્મ તેજસનું પણ શૂટિંગ પૂરુ થઈ ચૂક્યું છે. જો કે તે ક્યારે રિલીઝ થશે, તેના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે નથી આવી.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button