December 6, 2024
KalTak 24 News
Entrainment

ગુજરાતી રંગભૂમિ અને સિનેમાં ની લોકપ્રિય અભિનેત્રી “હેપી ભાવસાર નાયક” નાની ઉંમરે નિધન

  • 45 વર્ષ ની ઉંમરે અભિનેત્રી હેપી ભાવસાર નાયક(Happy Bhavasar Nayak) નું નિધન
  • મહોતુ, મૃગતૃષ્ણા અને 21મુ ટિફિન જેવી ઉત્તમ ફિલ્મો આપનારી હેપ્પીને ફેફસાનું કેન્સર હતુ
  • નામ પ્રમાણે જીવન જીવી ગયેલી હેપ્પીએ અઢી મહિના પહેલાં જ ટ્વીન્સ બાળકીને જન્મ આપ્યું હતું

અમદાવાદ: ગુજરાતી રંગભૂમિ અને સિનેમાં ની લોકપ્રિય અભિનેત્રી હેપી ભાવસાર નાયક(Happy Bhavasar Nayak)નું નાની ઉંમરે નિધન થઇ ગયું છે. ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે હેપી ભાવસાર નાયક(Happy Bhavasar Nayak) નું નિધન થયાનાં સમાચાર છે. હેપીએ અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરી(Girls)ઓને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલાંજ તેણે તેનાં ખોળાની તસવીરો તેનાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર શેર કરી હતી. હેપી માત્ર 45 વર્ષની હતી.

આ લખાઈ રહ્યું હતું ત્યારે અભિનેત્રીની અંતિમ ક્રિયા ચાલી રહી હતી.

હેપી ભાવસારનું નિધન
હેપી ભાવસારનું નિધન

ટ્વિન્સ દીકરીઓને જન્મ આપે અઢી મહિના થયા
હેપ્પી ભાવસાર નાયકે ગુજરાતી અભિનેતા અને આરજે મૌલિક નાયક (Maulik Nayak) સાથે લગ્ન કર્યા છે.હેેપી ભાવસાર નાયક(Happy Bhavasar Nayak) ની ટ્વિન્સ દીકરીઓનાં નામ ક્રિષ્ના અને ક્રિષન્વી છે. બે મહિનાની દીકરીઓને આમ મુકીને હેપ્પી ભાવસારે લીધેલી અચાનક વિદાયથી પરિવારજનો અને મિત્રો ઘેરા આઘાતમાં છે.

નાની ઉંમરે મોટી ફિલ્મી કરિઅર ની શરૂઆત કરી

ફિલ્મ ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી તેણે ઉત્તમ ફિલ્મો આપી છે. જ્યારે શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર અદા કરી તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગઇ હતી. નાટકોમાં પણ તેણે ઉત્તમ કામ કર્યું છે. તેણે રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા છે

Happy Bhavsar Nayak: ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ હેપી ભવસાર તેનાં નાનકડાં જીવનમાં ઘણું શ્રેષ્ઠ કામ કરી ગઇ છે. તેનાં નામ પ્રમાણે તે જીવન જીવી છે. તેની આસપાસ અને તેનાં જીવનથી જોડાયેલાં લોકોને હંમેશાં ખુશ રાખતી હતી.

આ સીવાય તે ‘મોન્ટુ ની બીટ્ટુ'(Montu Ni Bittu (2019)) અને ‘મૃગતૃષ્ણા'(Mrugtrushna – 2021) જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ‘મોન્ટુ ની બિટ્ટુ’નામની ફિલ્મમાં મોહીનીનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિતના લૂક્સ કોપી કર્યા હતા. જેના માટે અભિનેત્રીના દિલથી ખૂબ વખાણ થયા હતા.

હેપ્પી ભાવસાર કે જેઓનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે તેવા મૌલિક નાયક સાથે લગ્ન થયા હતા. મૌલિક નાયક કે જેઓ તેઓની એક્ટિંગ ઉપરાંત ફિલ્મોમાં તેમની કોમીક ટાઈમિંગ અને સોશ્યલ મીડિયામાં હસાવિ હસાવીને લોટપોટ કરી દે એવા વીડિયોઝ માટે પણ જાણીતા છે. તેઓએ હેલ્લારો અને મોન્ટુની બિટ્ટુ જેવી ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ચાહકોએ તેમનાં અભિનયના પણ સારા એવાં વખાણ કર્યા છે.

હેપી ભાવસાર નાયક(Happy Bhavasar Nayak) સાથે ‘પ્રિત પિયુ અને પાનેતર’નાં 500 એપિસોડ કરનારા એક્ટર સૌનક વ્યાસનું કહેવું છે કે, હેપી નામ પ્રમાણે જ જીવનારી વ્યક્તિ છે. તેનાં ચહેરા પર મે હમેશાં સ્માઇલ જોઇ છે. તે હમેશાં તેની આસપાસનાં લોકોને પણ ખુશ રાખતી અને રહેતી. તેની આ પર્સનાલિટી હતી. તેને લંગ કેન્સર હોવાની જાણ તો મને ન હતી. જો તેને ખુદને આ વાત ખબર હોય તો પણ તેણે અમને ક્યારેય આ વાત જાણ થવા દીધી ન હતી.

હેપ્પી ભાવસારના જીવનની કેવી શરૂઆત રહી હતી?

હેપ્પી ભાવસાર કે જેઓનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓએ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત એચ. કે. આર્ટ્સ કોલેજથી કરી હતી. એ સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા ત્યારે હેપ્પી ભાવસારે પણ તેઓની સાથે નાટકો કરવાની શરૂઆત કરી હતી.

ગ્રેજ્યુએશન દરમ્યાન ‘મહાત્મા બોમ્બ’ નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો

હેપ્પી ભાવસારને ગ્રેજ્યુએશન દરમ્યાન જ ‘મહાત્મા બોમ્બ’ નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેઓએ ગ્રેજ્યુએશન બાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલ અને ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સની ડિગ્રી મેળવી ચૂક્યા છે. હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ‘શ્યામલી’ ફિલ્મથી કર્યો હતો. ‘શ્યામલી’ લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર ‘લજ્જા’ ઘર ઘરમાં જાણીતું બન્યું હતું.

હેપ્પીના નામની પાછળ છે એક નાનકડી રસપ્રદ સ્ટોરી

હેપ્પીના નામની પાછળ એક નાનકડી રસપ્રદ સ્ટોરી છે. આ અંગે હેપ્પી ભાવસારનું કહેવું એમ હતું કે, તે જ્યારે જન્મી હતી ત્યારે તે રડતી ન હોતી. એટલે ડૉક્ટર્સે ખૂબ પ્રયત્ન કર્યા. બાદમાં ચૂંટલી ખણ્યા બાદ હેપ્પી રડી. ત્યારે ડૉક્ટર્સે પપ્પાને કહ્યું હતું કે ‘Your Child is so Happy.’ બસ ત્યારથી તેઓના મમ્મી-પપ્પાએ તેઓનું નામ હેપ્પી પાડ્યું હતું.

હેપ્પી ભાવસાર નાયકના નિધનથી સહુ કોઈ ઘેરા આઘાતમાં છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

કસુંબો/ ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’નું પ્રથમ ગીત થયું રિલીઝ..’ખમકારે ખોડલ સહાય છે..’,શું તમે આ ગીત સાંભળ્યું છે કે નહીં?

Sanskar Sojitra

National Film Awards 2024ની જાહેરાત,ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ત્રણ એવોર્ડ, માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી;જાણો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ વિશે

Sanskar Sojitra

Oscar 2024 Full Winner List/ ઓસ્કર 2024માં ‘ઓપેનહાઇમર’નો દબદબો,કિલિયન બેસ્ટ એક્ટર તો નોલાન બેસ્ટ ડિરેક્ટર બન્યા

KalTak24 News Team
advertisement