Surat News: સુરતના વરાછા ચીકુવાડી બ્રિજ નીચેથી રોંગ સાઈડમાં જતાં વાહનચાલકોને અટકાવવા માટે સોશિયલ મીડિયાની ટીમે અનોખું આંદોલન શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ રોંગ સાઈડને લઈને સર્જાયેલી માથાકૂટમાં એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પર હુમલો થયો હતો. જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સોશિયલ મીડિયાની ટીમે હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઉભા રહી લોકોને રોંગ સાઈડમાં જતાં અટકાવવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે.
સુરતમાં અનોખી મુહિમ શરૂ કરાઇ છે. લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ રસ્તા પર ઉતરી છે. થોડા સમય પહેલા પિયુષ ધાનાણી સોશિયલ મીડિયા એક્ટીવિસ્ટને માર મરાયો હતો. ત્યારે હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ કરવામાં આવી હતી.
રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાયા હતાં. વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ના આવે તેના માટે ટીમ તૈયાર થઈ છે. દરરોજ કાપોદ્રા, વરાછા સહિતના વિસ્તારમાં આ ટીમ કામગીરી કરશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, હુમલાઓ થાય ટીમો મેદાનમાં ઉતરે પરંતુ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે. શું પોલીસ તંત્રની કામગીરી પણ પ્રજાએ કરવાની રહેશે કે કેમ તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube