KalTak 24 News
ગુજરાત

દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન: આજથી બે દિવસ 37,000 આહિરાણીનો મહારાસ રમશે અને નંદધામમાં 1.50 લાખથી વધુ આહીર સમુદાય ઉત્સવના સાક્ષી બનશે

Devbhoomi Dwarka in Ahirani Maharas

Devbhoomi Dwarka in Maharas: ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિમાં ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. આજે 23 અને આવતીકાલે 24 ડિસેમ્બરે શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા નંદધામ પરિસરમાં 1.50 લાખથી વધુ આહિર સમુદાયની ઉપસ્થિતિમાં 37 હજાર જેટલી આહિરાણી દ્વારા મહારાસ(Ahirani Maharas)નું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના(Akhil Bharatiya Ahirani maharas Sangathan) ઉપક્રમે આ મહારાસ ઉત્સવ યોજાશે.

ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધુ, બાણાસુરના પુત્રી અને પુત્ર અનિરૂદ્ધની પત્ની ઉષા રાસ રમ્યા હતા. તેમની સ્મૃતિરૂપે યાત્રાધામના આંગણે આ ઉત્સય ઉજવાઇ રહ્યો છે. યાદવકુળની 37 હજાર આયરાણીઓ રાસ રચીને ભગવાનના ચરણોમાં સમર્પિત કરશે. આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ પણ વાંચો: સુરત/ પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી 75 દીકરીઓના 24 ડિસેમ્બરે યોજાશે સમૂહલગ્નનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી લેવડાવશે 25000 લોકોને અંગદાનના શપથ

નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આપોજિત કરવામાં આવ્યો છે જે વિશ્વરેકોર્ડ બનશે. આ કાર્યક્રમમાં પધારવા માટે પહેલી કંકોતરી ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. 23મી ડિસેમ્બર ને શનિવારના રોજ રાસ ઉત્સવ શરૂ કરી, મુખ્ય આયોજનમાં 24મી ને રવિવારે સવારે પાંચ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં દ્વારકા સ્થિત રૂકમણી માતાના મંદિરની પાછળના ભાગે વિશાળ ગ્રાઉન્ડમાં 37 હજાર આહિરાણીઓ પરંપરાગત પરિધાન પહેરીને મહારાસ કરશે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ રાસ રજૂ કરવા શાંતિયાત્રા કાઢવામાં આવશે.

 

આ પણ વાંચો: મહેંદીના મધુર ગીતો સાથે પી.પી સવાણી ગ્રુપ આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેકી ઉઠી મહેંદી-પાલક પિતાએ પણ દીકરીના હાથોમાં મહેંદી મૂકી

 

Group 69

 

 

Related posts

દુર્ઘટના/ જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી,એક જ પરિવારના 3ના મોત,બચાવ કામગીરી ચાલુ

KalTak24 News Team

ખેડાના માતરના ઉંઢેરા ગામમાં ગરબા રમી રહેલા લોકો પર ટોળાએ પથ્થરમારો કર્યો, બે પોલીસકર્મી ઘાયલ

KalTak24 News Team

વડોદરામાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે દર્દનાક અકસ્માત, 6 ના ઘટનાસ્થળે જ મોત, 17 ઇજાગ્રસ્ત

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા