ગુજરાત
Trending

સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી.. પાણી..,ઘરો પાણીમાં ડૂબ્યા, વાડીમાં રાત વિતાવી

Surat News: સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે.બીજી તરફ ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ (Sania Hamad) અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. સાથે જ તંત્રને દોષ દઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા છે.

ખાડી પૂરથી પરેશાની :

સુરતમાં ભારે વરસાદ પડે ત્યારે સામાન્ય રીતે ખાડી પૂર આવતાં હોય છે. જો કે પહેલાં વરસાદમાં જ સાંકડી થઈ ગયેલી ખાડીઓના કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. સણીયા વિસ્તારમાં પાણીના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં પાણી ઘુસી ગયાં છે. અમે રાતવાસો બહાર કરવા મજબૂર બન્યા છીએ. આ સ્થિતિ ક્યાં સુધી રહેશે એ ખબર નથી. તેમ છતાં અમારી વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. અમારી સાર સંભાળ લેવા પણ કોઈ આવ્યું નથી. અમારે ક્યાં સુધી આ સ્થિતી રહેશે તે પણ અમને ખબર નથી. અમે નોધારા બની ગયા છીએ.લોકોનું કહેવું છે કે અહીંથી પસાર થતી ખાડી ડાયવર્ટ કરવામાં આવી છે, જેને લઈને આ ગામમાં પાણી ભરાતા હોય છે. તાપી શુદ્ધિકરણને લઈને બે ખાડીને એક જ ખાડીમાં ડાયવર્ટ કરતા આ ગામમાં પાણી પ્રવેશે છે.

કુંભારિયામાં પાદર ફળિયા આવેલું છે. જેમાં 50 જેટલા ઘરથી જેમાંથી 25થી 30 જેટલા ઘરો ગળાડૂબ પાણીમાં ગરકાવ થયા છે. જેને લઈ અહી રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ નજીકની સ્કૂલો અને વાડીમાં રાત વીતાવવાનો વારો આવ્યો હતો. કુંભારિયા ગામના પાદર ફળિયા અને હળપતિ વાસમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે.

સ્થાનિક મહેશભાઈએ જણાવ્યું હતું કે અહી પાણી ભરાઈ જતા અમને ખુબ હાલાકી પડી રહી છે. અત્યારે કોઈ સ્કુલમાં તો કોઈ વાડીમાં રહે છે. રહેવા માટેની કોઈ વ્યવસ્થા પણ નથી. અહી મનપા દ્વારા કોઈ સાફ સફાઈ થતી નથી, પાણીનો કોઈ નિકાલ નથી, મનપા ગરીબો માટે નહી પણ મોટા લોકો માટે કામ કરે છે, વોટ લેવા હોય તો અમારી પાસે આવે છે. અહી ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

કેતનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે કુંભારિયા ગામ પાદર ફળીયામાં પાણી ભરાઈ ગયા છે. અહી ઘરોમાં પાણી ભરાઈ જતા ઘણી તકલીફ પડી રહી છે. ઘણા સમયથી આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. અહી 50 જેટલા ઘરો છે જેમાં ૨૫ જેટલા ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. હવે જ્યાં જગ્યા મળે ત્યાં લોકો રહે છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button