October 9, 2024
KalTak 24 News
Gujarat

મહેંદીના મધુર ગીતો સાથે પી.પી સવાણી ગ્રુપ આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેકી ઉઠી મહેંદી-પાલક પિતાએ પણ દીકરીના હાથોમાં મહેંદી મૂકી

ppsavani mehndi

Mehndi Rasam in ‘Mavatar’ wedding festival: વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને ‘દીકરી જગત જનની’ 2012થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રામાં હવે ‘માવતર'(Mavtar) જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી કેમ કે બધા જ જાણે છે આ બધા શિર્ષક પી.પી સવાણી(P.P Savani) દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. અને એ રીતે પીપી સવાણીના મહેશભાઈ સવાણી(Mahesh Savani) અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.

જુઓ VIDEO: 👇

WhatsApp Image 2023 12 22 at 5.10.20 PM

તા – ૨૨ ડિસેમ્બરને શુક્રવાર સવારના નવ વાગ્યા છે.. સુરતને છેવાડે આવેલા અબ્રામા ગામમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ગુલાબી ઠંડી સાથે મહેંદીની સુગંધ સમગ્ર વાતાવરણમાં ફેલાયેલી છે. સાથે સાથે મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા મહેંદીના હિન્દી ગુજરાતી ગીતોથી વાતાવરણ સુરીલું બન્યુ છે. આવો અદભુત અવસર રચાયો છે પીપી સવાણીના આંગણે અને પ્રસંગ છે, મહેંદી રસમનો.

WhatsApp Image 2023 12 22 at 5.10.21 PM

આગામી તા – 24 ડિસેમ્બરે પીપી સવાણી આયોજિત માવતર લગ્નોત્સવ અંતર્ગત તા- 22મી ડીસેમ્બર શુક્રવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. હાજર મહેમાનો અને દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ; સર્વ મહેમાનોનું બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000 થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું મહેંદીની સુગંધથી મઘમઘી ઉઠ્યું હતું. 

WhatsApp Image 2023 12 22 at 17.09.43 ae75e94e

આ પણ વાંચો: સુરત/ પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી 75 દીકરીઓના 24 ડિસેમ્બરે યોજાશે સમૂહલગ્નનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી લેવડાવશે 25000 લોકોને અંગદાનના શપથ

WhatsApp Image 2023 12 22 at 5.10.16 PM

જ્યારે પાલક પિતા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય તો દીકરી માટે એનાથી મોટો હરખ શું હોઈ શકે ! પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂંફ આપીને જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ છલકાઈ હતી. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર ૭૫ દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ લગભગ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી.

WhatsApp Image 2023 12 22 at 5.10.15 PM

મહેશભાઈ સવાણી એ પ્રભુતામાં પગલાં પાડનારી ૭૫ દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે ” દીકરો ગમે તેટલો સારો હોય તો પણ એ પિતાના કુળને જ દીપાવે પણ દીકરીમાં એ સામર્થ્ય છે કે પિતા અને પતિ એમ બે કુળને દીપાવી શકે છે. જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે. 

WhatsApp Image 2023 12 22 at 5.10.10 PM

દીકરીઓને વૈચારિક કરિયાવર બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી જ સાસરિયામાં આખા પરિવારને એક સ્નેહના તાંતણે બાંધી રાખે છે. ચાણક્ય કહેતા કે ‘ પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હૈ’ એ રીતે સાસરિયાના સુખ દુઃખ પણ વહુના વાણી વર્તનમાં છે. 

WhatsApp Image 2023 12 22 at 5.10.14 PM

વધુમાં મહેશભાઈ સવાણીએ કહ્યું કે, દીકરી ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ તરફ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે. સંયુક્ત પરિવારની જવાબદારીનું વહન આજની દીકરીના શિરે છે. સાસુ સસરા અને વહુ વચ્ચે જે જનરેશન ગેપ આવી જાય છે એને મોહબ્બત અને માનવતાની માટીથી પુરજો. મહેંદીની મહેક જેવી ખુશી ખુશીની મહેક તમારા નૂતન જીવનમાં કાયમ માટે પ્રસરતી રહે એવી મંગલ કામના..”

WhatsApp Image 2023 12 22 at 5.10.11 PM

આજના કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે અર્પિતાબેન પટેલ (IPS), અમિતાબેન વાનાણી ( IPS), હેતલબેન પટેલ ( IPS), શશીબેન ત્રિપાઠી ( નેતા, શાસક પક્ષ સુરત મ.ન.પા.), મનીષાબેન આહીર (મેડિકલ સમિતિ- સુરત મ.ન .પા ચેરમેન), ભાવિષાબેન વઘાસિયા (ડે.મામલતદાર), મીનાક્ષીબેન સાવલીયા (DI), સંજયભાઈ (DI), વિભૂતિબેન કાકડીયા (Asst. GST Comm.), ઉર્વિશાબેન હીરપરા (ASI), કાજલબેન દોંગા ( Adv.નોટરી) , સેજલબેન ગોંડલિયા, ભક્તિબેન પટેલ વગેરે ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરીને આ મહેંદી રસમ કાર્યક્રમની શરૂઆત કરી અને પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું.

Group 69

 

 

Related posts

સુરત/ સોજીત્રા પરીવારનો 25મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ,રજતજયંતિ નિમિતે સંયુક્ત પરિવારમાં રહેતા ૨૫ દાદીઓના સન્માન,100 મહિલા વિન્ગની સ્થાપના કરાઈ

KalTak24 News Team

સુરત/ કણાદમાં નિર્માણ પામી રહ્યું છે સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરતું અક્ષરધામ,વિશાળ પરિસરમાં સાંસ્કૃતિક વારસાની સાથે મૂલ્યો અને સંસ્કાર જગાવતી પ્રેરક પ્રસ્તુતિ…

Sanskar Sojitra

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..