September 21, 2024
KalTak 24 News
Gujarat

રસ્તા ઉપર રખડતા બાળકોના ભવિષ્ય માટે ભણતર અપાવ્યું સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર-વાંચો સમગ્ર સ્ટોરી

Ajay Kumar Tomar
  • સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના ભગીરથ કાર્યો
  • રસ્તા ઉપર રખડતા અને ગુનાખોરી કે નશાખોરીમાં નહીં જાય તે માટે બાળકોનું ભવિષ્ય માટે ભણતર અપાવ્યું અજય કુમાર તોમર

સુરત(Surat): રાજ્ય નહીં પણ દેશમાં પ્રથમ વખત પોલીસ કમિશનરે રસ્તા પર રખડતા છોકરાઓ(Children)નું એક સર્વે કરાવીને ગુનાખોરી કે નશાખોરીમાં નહીં જાય તે માટે આંગણવાડી અને સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ માટેની તૈયારી શરૂ કરતા સુરત શહેર પોલીસ કમિશનર(Surat Police Commissioner) ની સાથે મહાનગરપાલિકા(Corporation)ની અને સરકાર(government)ની અન્ય એજન્સી દ્વારા શરૂ કરાયેલું ભગીરથ કાર્યો

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર(Ajay Kumar Tomar) દ્વારા રાજ્યમાં નહીં દેશમાં પ્રથમ વખત પોલીસ(Police) દ્વારા એક નવી અને ભગીરથ કાર્ય શરૂ કરવા જઈ રહી છે જેની ખુદ નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ સંઘ ની મિટિંગમાં લઈ શકે એવી સંભાવના છે સુરત શહેરમાં રોજી રોટી કમાવવા માટે આવતા અલગ અલગ રાજ્યમાંથી લોકો આવતા હોય છે અને શહેરના સલ્મ વિસ્તાર અથવા કે અલગ અલગ વિસ્તારમાં સાઈટ પર લોકો રહેતા હોય છે.

તેના બાળકો ભણતર નહીં બગડે અને નાશા કે ગુનાખોરીના માર્ગ પર નશા કે ગુનાખોરીના માર્ગ પર નહીં જાય તે માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમર એ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ દ્વારા એ શહેરમાં રસ્તા ઉપર ભીખ માગતા બાળકો તેમજ સ્લમ વિસ્તારના બાળકો માટે મહાનગરપાલિકા તેમજ સામાજિક ન્યાય વિભાગ બાળ કલ્યાણ વિભાગ વગેરે સાથે સંકલન કરીને આશરે 1300 થી 1500 બાળકોને આંગણવાડી મહાનગરપાલિકાની સ્કૂલો અને સુમન સ્કૂલોમાં અભ્યાસ કરવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દેશમાં પ્રથમ વખત એક ભગીરથ કાર્ય સુરતના પોલીસ કમિશનર ના હસ્તકે થઈ રહ્યું છે.

સુરત શહેર વિકાસ પામતું શહેર છે જેને લઈને અન્ય રાજ્યમાંથી ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો નાના મોટા કામ અર્થે સુરતમાં રોજી રોટી કમાવા માટે આવતા હોય છે અને તેમની સાથે પોતાના પરિવાર પણ લાવતા હોય છે મોટાભાગે ગરીબ પરિવાર હોવાને લઈને પોતાનું જીવન રસ્તા ઉપર ગુજરતા હોય છે અમુક લોકો સ્લોમ વિસ્તારમાં રહેતા હોય છે આવા બાળકોનો ને ભણતર પર અસર પડતી હોય છે જેને લઈને કેટલાક બાળકો તો ભણવાથી વંચિત થતા હોય છે જેને લઈને નાના બાળકો ગુનાખોરીના અને નશા ના રવાડે ચડી જતા હોય છે રાજ્ય સરકારનો સામાજિક વિભાગ દ્વારા આવા બાળકોને સુધાર ગૃહ અથવા બાળ ગુહ મોકલી આપતા હોય છે.

ત્યાંથી આ બાળકો ભાગી જતા હોય છે આવો બાળકો માટે ભગીરથ કાર્યો પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ કે અન્ય જગ્યા ઉપર બાળકો ભીખ માંગતા હોય છે તે માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ ના નાયબ કમિશનર બિશાખા જૈનને જવાબદારી સોપી હતી જેના આધારે તેમની ટીમના એસીપી શ્વેતા ડેનિયલ તેમજ પીઆઇ સોલંકી અને પીએસઆઇ તેમજ ચાર મહિલાઓની ટીમ એ ભીખ માંગતા છોકરાઓ પર કાર્યવાહી શરૂ કરી હતી કેટલાક બાળકોને સુધાર ગુહમાં મોકલાતા પરંતુ તેમના મા બાપ બાળકોને છોડાવી જતા હતા જેને લઈને એ લોકોના ભણતર સહિત ભવિષ્ય પર અસર પડતી હતી.

Image Source: ANI
Image Source: ANI

આ માટે નાયબ કમિશનર બીશાખા જૈન એ પોલીસ કમિશનર સાથે વિસ્તુર ચર્ચાઓ કરી હતી અને પોલીસ કમિશનરે અજય કુમાર તોમર દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સાલોની અગ્રવાલ સાથે એક મીટીંગો કરીને શહેરમાં ભીખ માગતા છોકરા અને શ્રમ વિસ્તારમાં રહેતા છોકરાઓને ભણતર માટેની કેવી રીતે વ્યવસ્થા ઊભી થઈ છે તેની ચર્ચાઓ વિચારતા થઈ હતી મહાનગરપાલિકાના ચાલતા વિવિધ પ્રોજેક્ટોમાં સેન્ટર ફોર હોમ લેસ દ્વારા પણ છોકરાઓને અને તેના માતા પિતા સહિત રહેવા સાથે ભણવાનું થઈ શકે છે.

જેના આધારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પર પોતાના પરિવાર ગુજરતા હોય છે અને સ્લ્મ વિસ્તારોમાં પણ માતા પિતા મજૂરી કામ અર્થે જતા હોય છે ત્યાં બાળકો ઘરમાં રહેતા હોય છે મોટેભાગે બાળ મજૂરી તરીકે પણ ઉપયોગ થતો હોય છે બાળકો માટેનો એક સર્વે પોલીસ કમિશનરની ટીમે તૈયાર કર્યો છે જેમાં 1300 થી 1,500 જેટલા બાળકો સર્વેમાં ભણતર વગરના બહાર આવ્યા છે મોટેભાગે ગુજરાતના આદિવાસી વિસ્તાર ખાસ કરીને રાજસ્થાનની બોર્ડર મધ્યપ્રદેશની બોર્ડર પર ના લોકો વધારે કામ અર્થે આવતા હોય છે ભવિષ્યમાં આ છોકરાઓ ની ઉંમર જોતા ગુનાખોરી અને નસાની બુરી લતમાં જોડાઈ નહીં જાય અને તે માટે ભણતરની અત્યંત જરૂરી હોય છે

પોલીસ કમિશનરના આવા ભગીરથ કાર્યને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 12 મે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ સંઘ ના દેશ વ્યાપી એક અધિવેશનનું કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે જેમાં બાળકોના શિક્ષણ અત્યંત જરૂરી હોય છે એ માટે વિશેષ ફોકસ પાડવાના છે અને અન્ય રાજ્યમાં પણ સુરત મોડલના આધારે કાર્યવાહી બાળકો સાથે થાય અને તેમાં સાથે પોલીસ જોડાઈ એ બહુ મહત્વની બાબત છે હજુ સુધી કોઈ પણ પોલીસ કમિશનરે રસ્તા પર રહેતા અને ભીખ માંગીને જીવન જીવતા બાળકોને ભવિષ્યમાં નશાની અને ગુનાખોરીના રસ્તા જતા હોય છે એને અટકાવવાનું એક ભગીરથ કાર્ય તેમના નામ પર થવા જઈ રહ્યું છે જેને લઈને આગામી સમયમાં છોકરાનું ભવિષ્ય ખરાબ નહીં થાય એ તું તે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર શું કહ્યું ?
પોલીસ કમિશનર તરીકે મારા છેલ્લા પડાવમાં રસ્તા પર રખડતા છોકરાઓ ભવિષ્યમાં નશાખોરી અને ગુનેગાર તરીકે બહાર આવતા હોય છે આવા છોકરાઓનું ભવિષ્ય બને અને અને દેશ માટે કંઈક કરે એવી ભાવનાથી મેં આ અભિયાન શરૂ કર્યું છે મને ખબર છે કે કોઈપણ અભિયાન શરૂ થાય એના સમય લાગે આજે નહિતર કાલે આ છોકરાઓ દેશ માટે સારું કામગીરી કરશે તમને વધુ જણાયું હતું કે,અમેરિકામાં પણ એક શહેરમાં હત્યા અને લૂંટના બનાવો આમ હતા ત્યારે એક પોલીસ કમિશનરે એ છોકરાઓ માટે ભણતર અને સારી કામગીરી કરવાના લઈને આજે એ શહેરની અંદર લૂંટફાટ અને હત્યાના બનાવો મોટેભાગે બંધ થઈ ગયા છે અને આજે એને પણ સમય લાગ્યો મને પણ આશા છે કે આવો સમય મને પણ લાગશે ત્યારે મારી ઉંમર મર્યાદા ના લઈને હું રિટાયર થઈ ગયો હોઈશ પરંતુ આ ભગીરથ કાર્યથી બાળકોને સારો શિક્ષણ મળશે અને એમની પ્રગતિ થશે એ મને આશા છે

Image : સુરત મહાનગરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ
Image : સુરત મહાનગરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ

સુરતના મહાનગરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ એ શું કહ્યું ?

સુરત શહેરમાં રસ્તા ઉપર રહીને પોતાનું જીવન જીવતા બાળકો માટે પોલીસ કમિશનર દ્વારા ભગીરથ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે અભિયાનમાં હું પણ સ્વભાગી થઈ રહી છું અને રહેવા સાથે ભણવાનું પણ મળી રહે હેતુથી અમારા આંગણવાડી પ્રાથમિક શાળાઓ સુમન સ્કૂલો અભ્યાસ માટે પોલીસ દ્વારા પ્રથમ વખત સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 15 52 બાળકોમાં 866 છોકરીઓ છે 686 છોકરાઓ છે જેની અંદર ઝીરો થી પાંચ વર્ષના 617 છ થી નવ વર્ષના 455 10 થી 12 વર્ષના બસ 267 13 થી 15 વર્ષના 161 15 થી 18 વર્ષના 62 બાળકો નો સર્વે થયો છે.

જેમાં અમારી આંગણવાડી ની સંખ્યા 1092, પ્રાથમિક નગર શાળા 327 સુમન સ્કૂલ 23 જ્યારે શૅલ્ટર હોમ ની સંખ્યા 6 છે, શહેરી ઘર વિહોણા લોકોની સંખ્યા 1938 છે,શૅલ્ટર હોમ ખાતેથી પ્રાથમિક શાળાએ જતા બાળકોની સંખ્યા 87 છે શૅલ્ટર હોમ ખાતેથી આંગણા વાડીમાં જતા બાળકોની સંખ્યા 36 છે અને જો જૂન મહિનાનો શત્ર શરૂ થતાં પોલીસ દ્વારા સર્વે કરેલા બાળકો 1552 છોકરાઓનું એડમિશન સૌથી મહત્વનો ભાગ છે તે માટેની મારી ટીમ ગાયત્રીબેન જરીવાલાના નેતૃત્વમાં સર્વે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે એક સાથે આટલા બધા એડમિશન નગર પ્રાથમિક શિક્ષણમાં અને આંગણવાડીમાં થશે એ બહુ મોટી વાત છે અને સુરત મહાનગરપાલિકાને પણ ગૌરવની બાબત છે કે પોલીસની સાથે વિવિધ સરકારી એજન્સીને સાથે સંકલન કરી આવા વિદ્યાર્થીઓને અમે સમાજમાં શિક્ષણ પૂરું પાડે છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

Ro Ro ferry: ભારતમાં સૌપ્રથમવાર હજીરા-ઘોઘા રો-રો ફેરીમાં સોલાર એનર્જીનો ઉપયોગ

Sanskar Sojitra

ભારે વરસાદને પગલે રેલ વ્યવસ્થા ખોરવાઈ, રેલવેએ આટલી ટ્રેનો કરાઈ રદ્દ; તપાસી લો લિસ્ટ

KalTak24 News Team

ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત

KalTak24 News Team