June 17, 2024
KalTak 24 News
Bharat

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: બસ પુલ પરથી ખાબકતાં 15 મુસાફરોનાં નિધન,25 મુસાફરો ઈજાગ્રસ્ત

Madhya Pradesh Bus Accident

Madhya Pradesh Bus Accident: મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના થઇ છે. ઈન્દોર જઈ રહેલી બસ મધ્યપ્રદેશના ખરગોનમાં પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયેલી બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બસમાં 50થી વધુ મુસાફરો હતા
મળતી વિગતો મુજબ અકસ્માત સમયે બસમાં 50થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બસ ઈન્દોર જઈ રહી હતી ત્યારે તે પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ વિસ્તારના સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બસ નીચે ખાબકી
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે એક બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. બસ ખરગોનમાં ખરગોન ટેમલા રોડ પર દાસંગા પાસે જ પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબૂ બસ પુલ પરથી નીચે ખાબકી હતી. બસ પુલ પરથી નીચે ખાબક્યા બાદ જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ખરગોનમાં એક બસ પુલ પરથી નીચે ખાબકી હતી

સ્થાનિકોની મદદથી મુસાફરોને કઢાયા બસમાંથી બહાર
ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને પોલીસને પણ અકસ્માતની જાણ કરી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. બસમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી.

15 લોકોને ડોક્ટરોએ જાહેર કર્યા મૃત
ડોક્ટરોએ 15 લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે 25 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે ખરગોનના પોલીસ અધિક્ષક (SP) ધરમવીર સિંહનું કહેવું છે કે, આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે ઈન્દોર જઈ રહેલી બસમાં લગભગ 50 લોકો સવાર હતા.

બસ પુલ પરથી નીચે પડી ગયા બાદ ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

MP સરકારે વળતરની કરી જાહેરાત
મધ્ય પ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર અને અન્ય ઈજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.

મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, બસ રેલિંગ તોડીને બેરાડ નદીમાં ખાબકી છે. 15 લોકોના મોત થયા છે. જ્યારે 20-25 લોકો ઘાયલ છે. જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના માટે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ અપાયા છે. 

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

ગુજરાતમાં AAPનો ઉપયોગ અમારી વિરુદ્ધ થયો, નહીં તો અમે જીતી ગયા હોતઃ રાહુલ ગાંધી 

KalTak24 News Team

મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ, મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

Sanskar Sojitra

મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ

KalTak24 News Team