
અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ બાદ તેઓ વંદેભારત ટ્રેનમાં મુસાફરીને કાલુપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદ મેટ્રોનું પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી અને મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચમા નોરતે અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠાને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલીઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે ગઇ કાલે તેઓએ સુરત અને ભાવનગરને પણ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી.
Gujarat | PM Narendra Modi inaugurates Phase I of the Ahmedabad Metro rail project pic.twitter.com/P1ehnjEb80
— ANI (@ANI) September 30, 2022
દિવાળી પહેલાં અમદાવાદીઓને વડાપ્રધાન તરફથી ‘મેટ્રો ટ્રેન’ની મોટી ભેટ અર્પણ કરવામાં આવી છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી કાલુપુરથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનની સફર કરશે. ત્ચાર બાદ દૂરદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેરસભાને સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે, 2જી ઓક્ટોબરથી નાગરિકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરાશે.
વડાપ્રધાન મોદીના હસ્તે અમદાવાદીઓને દિવાળી પૂર્વે મોટી ભેટ અર્પણ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ને લીલીઝંડી આપ્યા બાદ હવે અમદાવાદ ખાતે ‘મેટ્રો ટ્રેન’ને લીલી ઝંડી આપી દીધી છે.
જાણો મેટ્રો ટ્રેનની શું છે વિશેષતા?
– અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે
– પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે
– ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરાયો
– પૂર્વ-પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે
– જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે
– ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે
– જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે
– 21 કિ.મી. લાંબો કોરિડોર નદીની ઉપર તેમજ શહેરના નીચેથી પણ થાય છે પસાર
– શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે
– શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિમીનો રૂટ
– આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે
– હાલ વાહન લઇને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ જેટલો સમય લાગે છે
– મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
– વડાપ્રધાન મોદીના હસ્તે આજે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ને અપાઇ લીલીઝંડી
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp