Gujarat Weather News: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે આકરી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. આકરા તડકાની વચ્ચે ગરમ પવનના લીધે લોકો ગરમીમાં શેકાઈ ગયા હતા. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં બપોરના સુમારે હવે રસ્તાઓ સૂમસામ બનવા લાગ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત થવાના એંધાણ જોવા નહી મળે. મે મહિનાની પ્રથમ સપ્તાહ બાદ રાજ્યમાં હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના નથી. મોટાભાગે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં ગરમીનો પારો હાલ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેશે.
રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, તાપમાનનો પારો વધી ગયો છે. હવે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં તાપમાન 42-44 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
તંત્રના હીટ એક્શન પ્લાન મુજબ મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર ઓઆરએસના પાઉચની વ્યવસ્થા કરવામાં આવશે. 108ની ટીમ પણ ખડે પગે કામ કરી રહી છે. આ અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે કામ વિના લોકોને બહાર ન જવા સુચના આપી છે. શરીરમાં પાણી ઘટીને ડિહાઈડ્રેશનની સ્થિતિ ઉભી ના થાય તે માટે પાણી-છાસ સહિતના લીકવિડ લેવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.
કેવું રહેશે વાતાવરણ? કેવા લક્ષણો દેખાશે?
બપોરે લૂ ફૂંકાશે જેથી તંત્ર દ્વારા લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
હિટસ્ટ્રોકના લક્ષણો
- માથું દુ:ખવું
- પગની પીંડીમાં કળતર
- શરીરનું તાપમાન વધી જવુ
- ખુબ તરસ લાગવી
- પરસેવો થવો
- પેરાબ ન થવો
- ચામડી લાલ-સુકી થવી
- ઉલટી- ઝાડા ચક્કર આવવા
- આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવુ
- મૂંઝવણ થવી
- ખેંચ આવવી
ગરમીથી બચવાના ઉપાયો
- આ હીટવેવ દરમ્યાન બહાર ન નીકળવુ
- ખુબ પાણી પીવુ
- સફેદ – સુતરાઉ કપડા પહેરવા
- છત્રીનો ઉપયોગ કરવો
- લીંબુ શરબત
- મોળી છાશ
- નાળિયેરનું પાણી
- ઓ.આર.એસ પુષ્કળ પીવુ
- બહારનું ખાવાનું ટાળવુ
- ઉપવાસ ટાળવો
- ભારે શારીરિક પ્રવૃત્તિ ટાળવી
ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગર ખાતે 44.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ કેટલાક ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ગઈકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ તાપમાનઆ વધવાની શક્યતાઓ રહેલી છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ