MLA Hardik Patel on Surat Case: સુરતમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતું. ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક સામે કેસ નોધવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો હતો.
પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હતો
વર્ષ 2017 માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવાના કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે. પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે.15000રૂપિયાના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ પરવાનગી વિના વર્ષ 2017 માં રેલી કાઢી હતી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો. આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતાં અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે. જાણકારોના મતે ભાજપ સરકારમાં હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યાં છે.
જે બાદ સરથાણા પોલીસે જી.પી. એક્ટ ની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 24 જાન્યુઆરી 2019 ના રોજ હાર્દિક પટેલની પોલીસ દ્વારા આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં સરથાણા પોલીસે કેસમાં 26 જાન્યુઆરી 2019 ના રોજ સુરત કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસ કોર્ટ સમક્ષ ચાલી જતાં કોર્ટમાં ફરિયાદ પક્ષે પુરાવા લેવામાં આવ્યા હતા. જેમાં વાહન રેલી અને જાહેર સભા અંગેની પરમીટ ની શરત નંબર 14, કાર્યક્રમનો ઉપયોગ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર અથવા સમર્થન કે વિરોધ માટે કરવો નહીં તેમજ કોઈ પણ ઉમેદવાર કે પક્ષ દ્વારા રેલી કે જાહેર સભામાં ચુંટણી લક્ષી ઉપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી જેવા મુદ્દા ટાંકવામાં આવ્યા હતા.
હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.
વડોદરામાં બનેલી ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું
વિજાપુર થી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે હાર્દિકે કહ્યું હતું કે કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છુટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.આ ઉપરાંત વડોદરામાં બનેલી ગોઝારી ઘટના અંગે તેમને દુઃખ વ્યક્ત કર્યું હતું.તેમજ રામમંદિર વિષે પણ વાતો કરી હતી.
હાર્દિકે વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન આપતાં કહ્યું કે, કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છુટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. 550 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ નું મંદિર બની રહ્યું છે તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા ત્યાં કોઈપણ વિકાસના કામો થયા નથી. વિકાસના કામોમાં મદદ પણ કરી નથી એટલા માટે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
હાર્દિક પટેલ દ્વારા વર્ષ 2017માં સુરત શહેરના સરથાણા વિસ્તારમાં અનામત આંદોલનના સમર્થનમાં એક રેલી યોજી હતી. આ રેલી યોજવા માટે હાર્દિકે પટેલે પોલીસ પરવાનગી લીધી ન હતી. પરવાનગી વગર રેલી કાઢવા બદલ હાર્દિક પટેલ સામે સરથાણા પોલીસમાં કેસ થયો હતો અને આ કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલો સાંભળવામાં આવ્યા બાદે આજે ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં સરથાણા પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો નોંધાયો હતાં. કેસમાં તારીખ 24 જાન્યુઆરી 2019ના રોજ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તારીખ 26 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. વાહન રેલી અને જાહેર સભા અંગેની પરમીટની શરત નંબર 14 ભંગને લઇ ફરિયાદ નોંધવામાં આવી હતી. શરત હતી કે કાર્યક્રમનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર અથવા સમર્થન કે વિરોધ માટે કરવામાં આવે નહી. એટલુ જ નહીં તેમજ કોઈપણ ઉમેદવાર કે પક્ષ દ્વારા રેલી કે જાહેર સભામાં ચૂંટણી લક્ષી ઉપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં ભાષણ પણ કર્યું નહોતું
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાર્દિક પટેલ તરફથી દલીલો કરાઈ હતી કે, પરમીટની શરત નંબર 14 બાબતે હાર્દિક પટેલ દ્વારા શબ્દશઃ ભંગ થયેલ હોય તેવું જુબાનીમાં છે નહીં. હાર્દિક પટેલ દ્વારા કોઈપણ પક્ષની તરફેણમાં કે વિરોધમાં ભાષણ આપ્યું નથી. સાથે કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં ભાષણ પણ કર્યું નહોતું તેવો પુરાવો રેકર્ડ પર આવ્યા નથી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને હાર્દિક પટેલ સહિત અન્ય જીગ્નેશને પણ આજે નિર્દોષ જાહેર કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube