KalTak 24 News
ગુજરાત

ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો,કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું

Congress MLA CJ Chavda Resignation
  • લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો
  • કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા આપ્યુ રાજીનામુ
  • કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા

Congress MLA CJ Chavda Resignation: લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને એક પછી એક ફટકો પડી રહ્યો છે.વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે.કોંગ્રેસના એક સિનિયર ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યું છે. વીજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છેઆજે સવારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું આપ્યું હતું.

વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા આજે સવારે ગાંધીનગર પહોંચ્યા હતા અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમના નિવાસસ્થાને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસને રામ-રામ કહ્યાં બાદ સીજે ચાવડા ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે મળતી વિગતો અનુસાર તેઓ આગામી 4 ફેબ્રુઆરીના રોજ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. એવી પણ વિગતો સાંપડી રહી છેકે, તેઓ ભાજપની ટિકિટ પર સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.

ભાજપમાં જોડાય તેવી અટકળો

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના સિનિયર ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપી દીધું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ હાઈ કમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સી. જે. ચાવડા તા. 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે. અને તેઓ સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે. ત્યારે આપ અને કોંગ્રેસમાંથી વધુ કેટલીક વિકેટો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સી.જે.ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામુ આપશે તેવી અટકળો ચાલતી હતી. ત્યારે આજે સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. આજે સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 15 થઇ ગયું છે.

સી. જે. ચાવડાની રાજકીય સફર

સી. જે. ચાવડા ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા. સી. જે. ચાવડાની કાર્યશૈલી જોઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં આવવા કહ્યું હતું. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. જ્યારે વર્ષ 2007 મા તેઓને ચૂંટણીમાં હારનો સામેનો કરવો પડ્યો, જે બાદ 2017 માં તેઓ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જીત મેળવી હતી. ત્યાર બાદ 2019 માં ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે તેઓ હાર્યા હતા. જે બાદ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી તેઓએ જીત મેળવી હતી.

ડેપ્યુટી કલેકટરથી ધારાસભ્ય બનેલા સી. જે. ચાવડા કોણ છે?
રાજકારણમાં પ્રવેશતા પહેલાં સી. જે. ચાવડા ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી. જે. ચાવડાની કાર્યશૈલી જોઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. આમ, એક વહીવટીય અધિકારીની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.

 

Group 69

 

 

Related posts

ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા સમયે જો નિયમ તોડ્યા તો આવી બન્યું સમજો, રાજકોટ પોલીસે શું કર્યું

KalTak24 News Team

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે

KalTak24 News Team

13 મેના લોક અદાલતમાં 25000 પ્રિ-લિટીગેશન નોટિસના ઈ-ચલણનો મેમો કેસના કરાશે નિકાલ:ટ્રાફિક કમિશનર દિનેશ પરમાર-વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા