April 8, 2025
KalTak 24 News
Gujarat

વોટ્સએપ હેકઃ ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ;જાણો વિગતો

state-cyber-crime-cell-for-gang-member-who-hacked-whatsapp-online
  • માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી
  • મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત
  • ૧૯૩૦ હેલ્પલાઇન ઉપર મળેલી ફરિયાદને આધારે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને મધ્યપ્રદેશથી પકડવામાં આવ્યો

Gandhinagar News: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ(WhatsApp hack) હેક કરી સાયબર ક્રાઇમ(Cyber Crime) કરતી ગેંગના સભ્યને સ્ટેટ પકડી પાડવામાં સાયબર ક્રાઇમ સેલની ટીમને સફળતા મળી છે. મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી છે.

સાયબર ક્રાઇમે ગેંગને શોધવા બન્યા સક્રિય

વર્તમાનમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓને નિયંત્રણમાં લાવવા તથા આ સાયબર ક્રાઇમ કરતી ગેંગને શોધી કાઢવા સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિદેશક શ્રી ડૉ રાજકુમાર પાંડીયને આપેલી સૂચના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંજય ખરાત તથા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા તેમજ પોલીસ અધિક્ષક શ્રી ભરતસંગ ટાંકના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે.

સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું!

દરમિયાન ૧૯૩૦ હેલ્પલાઇન ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી, ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેતરપિંડી આચરી છે. જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે ડિટેઇલ એનાલીસિસ કર્યું હતું અને મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવી જેમા મળી આવેલા IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક સસ્પેક્ટ મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા ‘College Fees Fraud’ એવુ નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી સસ્પેક્ટ મોબાઇલ નંબરની વિગતો મેળવી વેરીફીકેશન મેળવ્યા બાદ મોબાઇલ નંબરનું લોકેશન મેળવ્યું હતું.

100થી વધુ શાળા-કોલેજની છોકરીઓને ટાર્ગેટ

લોકેશન મધ્યપ્રદેશના અનુપપુર જીલ્લાના બદરા ગામનું આવતા સાયબર પોલીસની ટીમ તાત્કાલીક અનુપપુર મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા (રહે.વોર્ડ નં.03, બદરા, કેવત મહોલ્લા, બદરા કોલોની, કોટમા, તા.જી.અનુપપુર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી સઘન પુછપરછ શરૂ કરી છે. તેની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે ફક્તને ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓને ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે ૧૦૦થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરી છે. આરોપી હાલ રીમાન્ડ હેઠળ છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

આરોપી પાસેથી કબ્જે કરેલો મુદામાલ

  • મોબાઇલ ફોન-૦૨
  • ચેકબુક- ૦૨
  • સીમકાર્ડ – ૧૧
  • પાસબુક- ૦૨
  • ડેબીટ કાર્ડ – ૧૨

આરોપીને પકડનાર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમ

  • પી.આઇ શ્રી જે.એસ.પટેલ
  • એ.એસ.આઇ શ્રી ગીતાબેન રબારી
  • કોન્સ્ટેબલ શ્રી હિતેશ ડાભી
  • કોન્સ્ટેબલ શ્રી અજયરાજસિંહ જાડેજા
  • કોન્સ્ટેબલ શ્રી દ્રષ્ટીબેન રામાવત

ટેકનિકલ ટીમ

  • પી.એસ.આઇ શ્રી ડી.આર.પટેલ
  • કોન્સ્ટેબલ શ્રી મૌલીક પટેલ

 

 

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરત શહેરમાં વઘાસિયા પરિવારે લીવર અને આંખોનું અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન;જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ 21મું અંગદાન

Sanskar Sojitra

રાજ્યમાં શહેરી જનસુખાકારીને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો,વિકાસના આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

KalTak24 News Team

NARMADA : નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ,જુઓ VIDEO

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં