ગુજરાત
Trending

રાજ્યમાં શહેરી જનસુખાકારીને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો,વિકાસના આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર અને સુરત મહાનગરને ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે ૪૧.૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી.જેમાં ગાંધીનગરને રૂ. પ.૧૧ કરોડ અને સુડા-સુરતને ૩૬.૬૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra patel) રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઇઝ ઓફ લિવીંગને વેગ આપવાની નેમ રાખી છે.આ સંદર્ભમાં તેમણે મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાંટ ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાને 5.11 કરોડનાં  વિકાસનાં કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તદ્દઅનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાને આઉટગ્રોથ યોજનામાં રૂ. પ કરોડ ૧૧ લાખના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ માફરતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્ત તેમણે મંજૂર કરી છે.મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ભાઇજીપૂરા, અમીયાપૂરા, રાયસણ, રાંદેસણ, કોલવડા તેમજ અન્ય ગામોમાં પાણી પૂરવઠો પૂરો પાડવા પાણીની ઊંચી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

સુરતમાં વિવિધ વિકાસનાં કામો માટે 36.69 કરોડની દરખાસ્તને મંજૂરી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડા એ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજુ કરેલી તળાવ વિકાસના ૧૦ જેટલા કામોની રૂપિયા ૩૬.૬૯ કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

સુરતમાં 8 ફ્લાય ઓવર નિર્ણામ માટે 390 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બોર્ડની મંજૂરી મેળવવાની તેમજ આ કામોનું થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરાવવાનું રહેશે એવું પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે.એટલું જ નહિ, સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી ૮ ફલાય ઓવર નિર્માણની ૩૯૦ કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button