Srikashtabhanjandev Hanumanji Dada had an annakoot of many sweets: શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
જુઓ VIDEO:
આજે સવારે ૧૧:૦૦ કલાકે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ઘારી,મોહનથાળ,બરફી, પેંડા, કાજુકતરી સુખડી, મમરાના લાડું, ચુરમાના લાડું, દાળિયાપાક, ગુલાબજાંબુ,મોતીયાલાડું,પૂરી, તલસાંકળી વિવિધ મીઠાઈઓ ભક્તો દ્વારા પવિત્રતા પૂર્વક બનાવાયેલી મીઠાઈઓંનો અન્નકૂટ દાદાને ધરાવાયો હતો. જેનો મોટી સંખ્યામાં દાદાના વિશેષ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ કલતક ૨૪ ન્યુઝ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો છે. 50 કિલો ગુલાબના ફુલ કાંચના બોલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતા ૬ સંતો, પાર્ષદ અને ભક્તોને ૪ કલાકનો સમય લાગ્યો હતો.
શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 7થી 10 વાગ્યે યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube