Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદના આંગણે ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ધામધૂમ ઉજવાઈ ગયો છે. ત્યારે નગર વધુ એક સંભારણું બની રહે તે માટે જ્યાં પ્રમુખ સ્વામીની 15 ફૂટ ઊંચા બેઝ પર 30 ફૂટની જે મૂર્તિ હતી તેની આસપાસની 5 એકરમાં આગામી સમયમાં હરીમંદિર(Hari Mandir)નું નિર્માણ થશે. આ માટે ગઈકાલે મહંત સ્વામી(Mahant Swami Maharaj) અને સંતો દ્વારા ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું છે.
પ્રમુખ સ્વામીનગરનું સંભારણું કાયમ રહે એ માટે ખેડૂતોએ પોતપોતાની જમીન BAPS સંસ્થાને આપવાનો નિર્ણય કર્યો છે અને શિખરબદ્ધ હરિમંદિરના નિર્માણ માટે સંતોએ પણ સંકલ્પ કર્યો છે. મહત્ત્વનું છે કે, આ તમામ માહિતી BAPSના સંતોએ કલતક 24 ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં શેર કરી છે.
ખેડૂતોએ 5 એકર જમીન BAPS સંસ્થાને આપી.
આ અંગે BAPSના સંતોએ કલતક 24 ન્યુઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ” હા, આ સાચી વાત છે. મહોત્સવના છેલ્લાં બે-ત્રણ દિવસ દરમિયાન જ ખેડૂતોએ આ જમીન BAPS સંસ્થાને આપી છે. આ જમીન પર આગામી સમયમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર બનશે.’
સંતો મંદિરની ડિઝાઈન અને આકર્ષણ અંગે નક્કી કરશે.
કલતક 24 ન્યુઝ વાતચીતમાં વધુમાં BAPSના સંતોએ જણાવ્યું કે, ‘હજુ તો નગરના વાઇન્ડ કરવામાં આવી રહ્યું છે. આ પછી મંદિરની ડિઝાઈન અને લેન્ડસ્કેપ માટે સંસ્થા પ્લાનિંગ કરશે. જેમાં કયા પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું, કેટલા એરિયામાં કઈ વસ્તુ બનાવવી અને સુવિધા ઉપલબ્ધ કરાવવી જેથી સમાજ અને સતસંગનું કાર્ય થઈ શકે. એ માટે એકાદ મહિના પછી સંતો નક્કી કરશે.’
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.