September 8, 2024
KalTak 24 News
BharatViral Video

એર ઈન્ડિયાની મોટી બેદરકારી; પેસેન્જરના ખાવામાંથી નીકળી બ્લેડ;જીભ કપાતાં રહી ગઈ,એરલાઈન્સે પોતાની ભૂલ સ્વીકારી

Air India

Air India: બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મોટી બેદરકારી સામે આવી છે. ફ્લાઈટમાં એક પેસેન્જરના ખાવામાંથી મેટલની બ્લેડ મળી આવી હતી. આ વાતની પુષ્ટિ એરલાઈન્સે જ કરી છે.એરલાઈને પણ આ વાત સ્વીકારી લીધી છે. તેણે કહ્યું કે શાકભાજી સમારતી વખતે બ્લેડ અંદર આવી ગઈ હતી. શનિવારે એર ઈન્ડિયાની નવી દિલ્હી-નેવાર્ક ફ્લાઈટમાં એક બિઝનેસ ક્લાસ પેસેન્જરે ફરિયાદ કરી હતી કે તેની ફ્લાઈટ દરમિયાન ‘રાંધ્યા વગરનું’ ભોજન પીરસવામાં આવ્યું હતું. 9 જૂનના રોજ, બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 175માં મથુરસ પોલ નામના મુસાફરને તેના શેકેલા શક્કરિયા અને અંજીર ચાટમાં બ્લેડ જેવો ધાતુનો ટુકડો મળ્યો.

 

પેસેન્જરે કહ્યું- આ ખાવાનું ચાકૂની જેમ કાપી શકે છે

ફ્લાઇટના ફૂડમાં બ્લેડ મળી આવતા પેસેન્જરે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રવાસીએ X પર પોસ્ટ કર્યું અને કહ્યું, એર ઈન્ડિયા ફૂડ છરીની જેમ કાપી શકે છે. શક્કરિયા અને અંજીર ચાટમાં એક ધાતુનો ટુકડો છુપાયેલો હતો જે બ્લેડ જેવો દેખાતો હતો. થોડી સેકન્ડો માટે ખોરાક ચાવવા પછી મને આ સમજાયું. સદનસીબે કોઈ નુકસાન થયું ન હતું. અલબત્ત, દોષ સંપૂર્ણપણે એર ઈન્ડિયાની કેટરિંગ સેવાનો છે, પરંતુ આ ઘટનાથી મારા મનમાં એર ઈન્ડિયાની છબી ખરાબ થઈ છે. જો કોઈ બાળકે આ ધાતુ ખાધી હોત તો શું થાત?

એર ઈન્ડિયાએ તરત જ આ ટ્વિટનો જવાબ આપ્યો અને લખ્યું કે અમને આ જાણીને દુઃખ થયું છે. અમે કોઈપણ મુસાફરને આવી સેવા આપવા માંગતા નથી. કૃપા કરીને તમારો સીટ નંબર અને બુકિંગ વિગતો અમારી સાથે શેર કરો. અમે તમને ખાતરી આપીએ છીએ કે આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે

એરલાઇન્સે આપ્યો જવાબ

એર ઈન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપિરિયન્સ ઓફિસ રાજેશ ડોગરાએ જણાવ્યું કે,  ‘એર ઈન્ડિયા એ વાતની પુષ્ટિ કરે છે કે અમારી એક ફ્લાઈટમાં પેસેન્જરના ભોજનમાં વિદેશી વસ્તુ મળી આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે તે અમારા કેટરિંગ પાર્ટનરની ફેસિલિટીમાં વપરાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી આવ્યું છે. આવી ઘટના ફરીથી ન બને તેની ખાતરી કરવા માટે, અમે અમારા કેટરિંગ પાર્ટનર સાથે મળીને તેને રોકવા માટે પગલાં લીધાં છે.

શેકેલા શક્કરીયા અને અંજીર ચાટમાં ધાતુનો ટુકડો મળ્યો

બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 175માં એક મુસાફરને તેના ખોરાકમાં ધાતુનો ટુકડો મળ્યો. આ ઘટના 9 જૂને બની હતી. પેસેન્જરનું નામ મથ્યુરસ પોલ છે. તેમને શેકેલા શક્કરીયા અને અંજીર ચાટમાં ધાતુનો એક ટુકડો મળ્યો, જે બ્લેડ જેવો દેખાતો હતો. માથ્યુરેસે જણાવ્યું કે થોડીવાર ચાવ્યા પછી જ તેને ધાતુનો ટુકડો અનુભવાયો. સદનસીબે તે તરત જણાઈ આવ્યો નહીંતર આમાં તો જીભ કપાઈ જાય.

Group 69

 

 

Related posts

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર કરનારા શ્યામ સરન નેગીનું 106 વર્ષની વયે નિધન, 2 દિવસ અગાઉ જ કર્યું હતું મતદાન

Sanskar Sojitra

Modi 3.0 First Cabinet: મોદી સરકારમાં ખાતાઓની ફાળવણી, જાણો કોને કયું મંત્રાલય ફાળવાયું

KalTak24 News Team

‘અમારે ત્યાં બાળક જન્મતા જ ‘આઇ’ બોલે અને AI પણ’, બિલ ગેટ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં PM મોદીએ શું ચર્ચા કરી, જુઓ Video

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી