રાષ્ટ્રીય
Trending

2022 ની પીએમ મોદી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જશે, જાણો ક્યાં દેશોની મુલાકાત લેશે

દુનિયાભરમાં પોતાની વિદેશનીતિ માટે ખુબ જ જાણીતા છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મોદીની કૂટનીતિઓના તો તેમના દુશ્મનો પણ કાયલ છે. હાલમાં પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ, ઈમરાન ખાન પાસેથી પ્રધાનમંત્રીની ખુરશી છીનવાઈ ગઈ. એ સમયે ઈમરાન ખાને પણ મોદીને યાદ કરીને કહ્યું હતુંકે, હાલ ભારતની સ્થિતિ ખુબ મજબુત છે. ભારત હાલ વૈશ્વિક સ્તરે પોતાની વિદેશનીતિને કારણે ખુબ સન્માન ધરાવે છે. ત્યારે એજ વિદેશનીતિને રાષ્ટ્રહિતમાં આગળ ધપાવવા પીએમ મોદી આ વર્ષના પહેલાં વિદેશ પ્રવાસની તૈયારીઓ કરી રહ્યાં છે. પીએમ મોદી આ વર્ષે સૌથી પહેલાં કયા દેશની મુલાકાતે જશે તે સવાલ તમારા મનમાં જરૂર આવ્યો હશે. તો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 4 મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની સત્તાવાર મુલાકાત લેશે. 2022માં વડાપ્રધાનની આ પ્રથમ વિદેશ યાત્રા હશે તેમ વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું છે. બર્લિનમાં, પીએમ મોદી જર્મનીના ફેડરલ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને નેતાઓ ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની (IGC) 6ઠ્ઠી આવૃત્તિની સહ-અધ્યક્ષતા કરશે.

ત્યારબાદ PM મોદી ડેનમાર્કના PM મેટ્ટે ફ્રેડરિકસનના આમંત્રણ પર કોપનહેગન જશે. તેઓ ડેનમાર્ક આયોજિત બીજી ભારત-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. 4 મેના રોજ પરત ફરતી વખતે PM પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. ભારત-ફ્રાંસની મિત્રતાની 75મી વર્ષ ગાંઠની ઉજવણી પણ કરવામાં આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન બીજીવાર સત્તા પર આવ્યાં છે. પીએમ મોદી તેમને મળીને શુભેચ્છા પાઠવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button