Mayawati Latest News: બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ લોકસભાની ચૂંટણી વચ્ચે મોટો નિર્ણય લીધો છે. માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી પદ અને પક્ષના રાષ્ટ્રીય સંયોજક તરીકે હટાવી દીધો છે. તેમેને કહ્યું કે, બસપા સુપ્રીમો માયાવતીએ તેની પાછળનું કારણ સંપૂર્ણ પરિપક્વતા (maturity) બતાવી છે
BSP સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘એ વાત જાણીતી છે કે બસપા એક પાર્ટી સાથે જ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના આત્મ-સમ્માન અને સ્વાભિમાન તથા સામાજિક પરિવર્તનનું પણ મૂવમેન્ટ છે, જેના માટે માન્ય છે. શ્રી કાંશીરામ જી અને મેં પોતે પણ આખું જીવન સમર્પિત કર્યું છે અને તેને ગતિ આપવા માટે નવી પેઢીને પણ તૈયાર કરવામાં આવી રહી છે.’
3. जबकि इनके पिता श्री आनन्द कुमार पार्टी व मूवमेन्ट में अपनी जिम्मेदारी पहले की तरह ही निभाते रहेेंगेे। अतः बीएसपी का नेतृत्व पार्टी व मूवमेन्ट के हित में एवं बाबा साहेब डा. अम्बेडकर के कारवाँ को आगे बढ़ाने में हर प्रकार का त्याग व कुर्बानी देने से पीछे नहीं हटने वाला है।
— Mayawati (@Mayawati) May 7, 2024
તેમને વધુમાં લખ્યું કે, ‘એ જ ક્રમમાં પાર્ટીમાં, અન્ય લોકોને વધારવાની સાથે, શ્રી આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના વારસદાર તરીકે જાહેર કર્યા, પરંતુ પાર્ટી અને મૂવમેન્ટના વ્યાપક હિતમાં સંપૂર્ણ પરિપક્વતા (maturity) આવવા સુધી હાલ તેને આ બંને મહત્વપૂર્ણ જવાબદારીઓમાંથી અલગ કરવામાં આવે છે.’
તેમને વધુમાં લખ્યું કે, ‘જ્યારે તેમના પિતા શ્રી આનંદ કુમાર પાર્ટી અને મૂવમેન્ટમાં પોતાની જવાબદારીઓ પહેલાની જેમ નિભાવતા રહેશે. તેથી, BSPનું નેતૃત્વ પક્ષ અને મૂવમેન્ટના હિતમાં અને બાબા સાહેબ ડો. આંબેડકરના કારવાને આગળ વધારવામાં દરેક પ્રકારનું ત્યાગ અને બલિદાન આપવામાં પાછળ ખસવા વાળા નથી.’
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube