Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી રામનવમી -મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં ચૈત્ર સુદ-9 બપોરે 12 વાગ્યે થયું હતું. ભગવાન શ્રી રામચંદ્રજીનું સમગ્ર જીવન માણસને મર્યાદા અને ભાઈભાઈ પ્રત્યે કુટુંબ પ્રત્યે અને સમાજમાં માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેની સુંદર શીખ આપે છે. ત્યારે શ્રી રામ પ્રાગટ્યોત્સવ એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તે તા. 06-04-2025ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
શ્રી રામ પ્રાગટ્યોત્સવ નિમિત્તે બપોરે 12:00 કલાકે આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિતે 10:10 કલાકે પૂજન-અર્ચન-કિર્તન-આરતી તેમજ હરિભક્તો દ્વારા રાસ-ગરબાની રમઝટ સાથે આંનદ ઉત્સવ મનાવવા આયોજન કરવામાં આવેલ. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . શ્રી જેના દર્શન-આરતી એવં મહાપ્રસાદનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને પ્યોર સિલ્કના કાપડમાંથી તૈયાર થયેલા વાઘા પહેરાવ્યા છે. રામસીતા મયુર ઘાટનો મુકુટ ધરાવાયો છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગલગોટા- હજારીગલના ફુલનો સિંહાસને શણગાર કરાયો છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube