April 7, 2025
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો કરાયો દિવ્ય શણગાર, 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ;હજારો ભક્તોએ કર્યા દર્શન

Srikashtabhanjandev Dada was given a special wagha and the throne was decorated with more than 5500 kg of chocolate
  • શ્રાવણમાસમાં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિશેષ વાઘા અને સિંહાસને શણગાર કરાયો
  • 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે
  • વિદેશના 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ

 Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.24-08-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદા વાઘા અને સિંહાસને ચોકલેટનો દિવ્ય શણગાર કરાયો.

Srikashtabhanjandev Dada was given a special wagha and the throne was decorated with more than 5500 kg of chocolate

મંગળા આરતી 5.30 કલાકે કરાઈ

આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી સ્વામી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી – અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.શ્રી કષ્ટભંજનદેવ દાદાને ચોકલેટનો શણગાર ધરાવવામા આવ્યો હતો.બપોરે 11:00 કલાકે ચોકલેટ અન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ છે.

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Srikashtabhanjandev Dada was given a special wagha and the throne was decorated with more than 5500 kg of chocolate

Srikashtabhanjandev Dada was given a special wagha and the throne was decorated with more than 5500 kg of chocolate

ચોકલેટનો શણગાર

આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારના દિવસે દાદાને વિશેષ વાઘા અને સિંહાસનને ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના વાઘા વૃંદાવનમાં જરદોશી વર્ક કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસનને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે.

Srikashtabhanjandev Dada was given a special wagha and the throne was decorated with more than 5500 kg of chocolate

Srikashtabhanjandev Dada was given a special wagha and the throne was decorated with more than 5500 kg of chocolate

વિદેશથી આવી ચોકલેટો

આ ચોકલેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, હોંગકોંગ, દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે. દાદાના સિંહાસન ચોકલેટનો શણગાર કરતા બે દિવસનો સમય લાગ્યો હતો. આ ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે.

Srikashtabhanjandev Dada was given a special wagha and the throne was decorated with more than 5500 kg of chocolate

Related posts

આજનું રાશિફળ/ 29 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા, ઘરમાં ભરાશે ધનનો ભંડાર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.65,ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા,જુઓ VIDEO

KalTak24 News Team

અમદાવાદ/ ચાંદખેડામાં XUV કાર AMTS બસની અંદર ઘૂસી ગઈ;એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત,1 ઈજાગ્રસ્ત;CCTV

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં