September 8, 2024
KalTak 24 News
Sports

Shikhar Dhawan Retirement: શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો,કહ્યું, કહાણીમાં આગળ વધવા માટે પાનું ફેરવવું જરુરી;જુઓ Video

Cricketer Shikhar Dhawan Retirement

Cricketer Shikhar Dhawan Retirement: ભારતીય ક્રિકેટર શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે સોશિયલ મીડિયામાં આ અંગે જાહેરાત કરી હતી.

શિખર ધવને કહી આ વાત

શિખર ધવને 1 મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં કહ્યું- તમામને નમસ્કાર…આજે એક એવા વળાંક પર ઉભો છું. જ્યાંથી પાછળ જોવા પર માત્ર યાદો જ દેખાઈ રહી છે, અને ઓગળ જોવા પર આખી દુનિયા…મારી હંમેશાથી એક જ મંજિલ હતી, ઈન્ડિયા માટે રમવું. તે શક્ય પણ બન્યું, તેના માટે હું ઘણા લોકોનો આભાર માનું છું, સૌથી પહેલા મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારક સિન્હાજી અને મદન શર્માજીનો, જેમની પાસેથી હું ક્રિકેટ શીખ્યો છું.

 

‘કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી’

શિખર ધવને આ વીડિયોમાં આગળ ટીમ ઈન્ડિયામાં તેમના અનુભવ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ટીમમાં રમ્યા બાદ મને ફેન્સનો પ્રેમ મળ્યો. પરંતુ એવું કહેવાય છે ને કે કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે. બસ હું પણ એવું જ કરવા જઈ રહ્યો છે. આટલું કહેતા જ શિખરે ધવને ઈન્ટરનેશનલ અને ઘરેલું ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય સંભળાવ્યો.મારામાં દિલમાં શાંતિ છે કે, મને મારા દેશ માટે આટલી બધી મેચ રમવાનું સૌભાગ્ય મળ્યું તે માટે હું BCCI અને પ્રશંસકોનો પણ આભાર માનું છું.

ધવને વધુમાં કહ્યું હતું કે તેને જરાય દુઃખ નથી કે તે હવે પોતાના દેશ માટે રમી શકશે નહીં. તેના બદલે, તે ખુશ અને ગર્વ અનુભવે છે કે તેને આટલા લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.

ધવનની કારકિર્દી આવી હતી

શિખર ધવન વનડેના મહાન ખિલાડી રહ્યા, કારણ કે આ ફોર્મેટના ઈતિહાસમાં 40થી વધુની સરેરાશ અને 90થી વધુ સ્ટ્રાઈક રેટથી 5000થી વધુ રન બનાવનાર માત્ર 8 બેટ્સમેનોમાંથી એક છે. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ બાદથી તેઓ ભારત તરફથી રમ્યા નથી.

 


શિખર ધવને કુલ વનડે આંકડા અન્ય બે ફોર્મેટમાં તેમના રેકોર્ડથી વધુ છે. તેમણે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 85 બોલમાં સદી ફટકારી હતી, જે ટેસ્ટ ડેબ્યૂ કરનારની પ્રથમ સૌથી ઝડપી સદી હતી . શિખર ધવને 29 જુલાઈ 2021ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે ભારત માટે તેમની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે આ મેચ કેપ્ટન તરીકે રમી હતી. શિખર ધવનની છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડ સામે ઓવલ ખાતે રમાઈ હતી.

ધવને ટેસ્ટમાં 34 મેચ રમી, 58 ઇનિંગ્સમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા. તેણે 167 ODI મેચોમાં 44.11ની એવરેજથી 6793 રન બનાવ્યા અને 68 T20 મેચોમાં 1759 રન બનાવ્યા. ધવને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 24 સદી અને 55 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેના નામે 17 સદી અને 39 અડધી સદી છે. તેણે ટેસ્ટમાં 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. ધવને ટી20માં 11 અડધી સદી પણ ફટકારી છે.

 

 

 

Group 69

 

 

Related posts

Team India Meet Modi: ટીમ ભારતે કરી પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત;સાંજે 5 વાગ્યાથી મરીન ડ્રાઈવમાં ઓપન રૂફ બસમાં વિક્ટ્રી પરેડ

KalTak24 News Team

Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને બીજો ગોલ્ડ,નિતેશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો

KalTak24 News Team

કૃણાલ પંડ્યાએ પોલાર્ડને કિસ કરી કર્યો હિસાબ બરાબર,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી