Vadodara News: વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનના સેવાભાવી યુવાનોએ વડોદરામાં સતત બીજા વર્ષે ગૌશાળામાં ગૌમાતા અને નંદીને આમરસ પીરસ્યો હતો. સેવાભાવી યુવાનોએ 2001 કિલો ઠંડો અને તાજો રસ તૈયાર કર્યો હતો. આ કેરીના રસથી ગૌશાળાની 9 ક્યારીઓ ભરી હતી. આ પ્રસંગે સેવાભાવી યુવાન નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, ગૌમાતા કેરીની છાલ અને ગોટલા નહીં, પરંતુ કેરીના રસના હકદાર છે.
નીરવ ઠક્કરે સમગ્ર આયોજન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમારો મુખ્ય હેતુ એ હતો કે, ઘરે ઘરે કેરીનો રસ પહોંચે તે પહેલાં ગૌમાતા અને નંદીજીને તેનો સ્વાદ મળે. આ કાર્યક્રમની તૈયારીઓ છેલ્લા અઠવાડિયાથી ચાલી રહી હતી. સારી ગુણવત્તાવાળી કેરીની ખરીદીથી લઈને ગૌમાતા અને નંદીજી આરોગે ત્યાં સુધી રસ ઠંડો રહે તેની કાળજી રાખવા સુધીના દરેક કાર્યમાં યોગદીપસિંહ જાડેજા, દીપ પરીખ અને 20 જેટલા શ્રવણ સેવકોએ રાત-દિવસ મહેનત કરી છે. સામાન્ય રીતે, આપણે રસ કાઢી લીધા પછી કેરીના ગોટલા અને તેની છાલ ગૌમાતાને ખવડાવીએ છીએ. પરંતુ, મારું માનવું છે કે ગૌમાતામાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે, અને તેઓ તાજા અને ઠંડા કેરીના રસના હકદાર છે. આ બાબતે આપણે આપણી વિચારસરણી બદલવાની જરૂર છે.
View this post on Instagram
નીરવ ઠક્કરે વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમે ગૌશાળાની 9 ક્યારીઓમાં 2,001 કિલો તાજો અને ઠંડો કેરીનો રસ ભર્યો હતો. ગૌશાળામાં આશરે 700 જેટલી ગૌમાતા, નંદીજી અને અન્ય પશુઓ રહે છે, તેથી અમે એવી ગણતરી કરી હતી કે દરેક પશુને લગભગ 2.80 કિલો કેરીનો રસ મળે. એટલું જ નહીં, ક્યારીના જે ભાગોમાં ગૌમાતાઓએ ઝડપથી રસ ખાઈ લીધો, ત્યાં અમે તેમની હાજરીમાં જ ક્યારીઓ ફરીથી ભરી હતી. આ ઘટના બે-ત્રણ વાર બની હતી.
તેમણે વધુમાં કહ્યું કે, ગૌમાતા આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો મહત્ત્વનો ભાગ છે. એક સમય હતો જ્યારે આપણાં ઘરોમાં દરેક પેઢી ભોજન બનાવતા પહેલાં ગૌમાતા માટે અલગ ભોજન કાઢતી હતી. સમય જતાં આ પરંપરા લુપ્ત થઈ રહી છે. જો આપણે આજે જાગૃત નહીં થઈએ, તો ભવિષ્યમાં આપણી આવનારી પેઢીઓ ગૌસેવા વિશેની વાતો ભૂલી જશે અને ગૌસેવા વિશે માત્ર પાઠ્યપુસ્તકોમાં જ વાંચવા મળશે. તેથી, હું દરેકને અપીલ કરું છું કે આપણે આપણી સાંસ્કૃતિક જવાબદારી સમજીને યથાશક્તિ ગૌસેવામાં સહભાગી થઈએ.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube