ગુજરાત
Trending

BREAKING NEWS: સુરતમાં નેશનલ હાઈવે પર એકસાથે 10 વાહનોનો અકસ્માત, અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

Surat News: સુરતના કીમ ચાર રસ્તા પર એક પછી એક 10 જેટલા વાહનો વચ્ચે ટક્કર થતા થોડાસમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જેમાં અનેક વાહનચાલકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યુ છે.

  • નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે બની ઘટના
  • હાઈવે પર મુસાફર ભરવા માટે ઉભી રહેલી લક્ઝરી બસના કારણે અકસ્માત

Surat Accident: સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ‘ઘર’ બની ગયો હોય તેમ અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.હાઈવે પર પેસેન્જરો ભરવા માટે આડેધડ લક્ઝરીઓ ઊભા રાખવાના પરિણામે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે,આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા એક પછી એક એમ 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

vlcsnap 2023 09 15 09h13m21s394

4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરત પંથકમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઇમાં હાઇવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી. ત્યારે હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.

અકસ્માત થયાની જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં એકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે અન્ય કોઈ મોટી જાનહાનિના સમાચાર ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ઇજાગ્રસ્ત એકને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

4 જેટલી લકઝરી બસ, 4 જેટલી કાર, 2 ટ્રક વચ્ચે એમ 10 વાહનનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાટીનો માહોલ જોવા મળ્યો હતો.

બીજી તરફ હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પર પેસેન્જર ભરવા ગમે ત્યારે વાહનો થોભાવી દેવામાં આવે છે.જેને લઈને નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની લોકો દ્વારા માંગ ઉઠી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા