Surat News: સુરતમાં મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ-અલગ વિસ્તારમાં કુલ 16 સંસ્થાઓમાંથી આઈસ ડીશ, આઈસ ગોળા અને ક્રીમના 23 નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ૩ નમુના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી. આ ઉપરાંત આ સંસ્થાઓમાંથી 22 લીટર સીરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે.
ડ્રાયફુટ તેમજ અન્ય સામગ્રીઓની ક્વોલિટી ખુબ નબળી મળી
16 દુકાનોમાંથી લીધેલા નમૂના મૂજબ ક્રીમ અને સિરપના 23 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અડાજણ સ્થિત આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ આઈશ ડિશ, જે.બી.આઈશ ડિશ અને રાજ આઈશ ડિશ વિક્રેતાઓના નમૂના ધારા ધોરણ મળી આવ્યા નથી. જેમાં ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું છે. સામાન્ય રીતે 60 ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે. પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમ્યાન ઓછું મળી આવ્યું છે.
આ સંસ્થાના નમુના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી
આનંદ મહલ રોડ ખાતે રોયલ રેસીડેન્સી પાસે રજવાડી મલાઈ ગોળામાંથી લીધેલા નમુનામાં ક્રીમના નમુનામાં મિલ્ક ફેટની માત્રા 60% હોવી જોઈએ જે ઓછી જણાય આવી છે. આ ઉપરાંત સિંગણપોર સ્થીત જી સ્ક્વેર પાસે આવેલા જે.બી.આઈસ ડીશ ગોળામાંથી લીધેલા નમુનામાંથી ઓરેંજ સીરપના નમુનામાં ટોટલ સોલ્યુબલ સોલીડની માત્રા 65% હોવી જોઈએ. જે ઓછી જણાય આવી છે. આ ઉપરાંત આનંદ મહલ રોડ પ્રાઈમ આર્કેડ પાસે આવેલા રાજ આઈસ ડીસમાંથી લીધેલા નમુનામાં ક્રીમના નમુનામાં મિલ્ક ફેટની માત્રા 60% હોવી જોઈએ જે ઓછી જણાય આવી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube