September 14, 2024
KalTak 24 News
Gujarat

સુરતીઓ ઉનાળામાં આઈસ ડીશ ખાતા પહેલા ચેતી જજો,પાલિકાએ અહીંથી લીધેલા સીરપ અને ક્રીમના નમૂના ફેઈલ

Ice Gola In Surat Fail

Surat News: સુરતમાં મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ-અલગ વિસ્તારમાં કુલ 16 સંસ્થાઓમાંથી આઈસ ડીશ, આઈસ ગોળા અને ક્રીમના 23 નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ૩ નમુના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી. આ ઉપરાંત આ સંસ્થાઓમાંથી 22 લીટર સીરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે.

ડ્રાયફુટ તેમજ અન્ય સામગ્રીઓની ક્વોલિટી ખુબ નબળી મળી

મનપાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગર્મીની સીઝનમાં ઠંડક માટે લોકો આઈશ ડીસ અને બરફ ગોળા ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને બાળકોને રંગબેરંગી બરફ ગોલા વધારે પસંદ પડે છે, પરંતુ ગત વર્ષોમાં કેટલાક આઈશ ડીસ અને બરફ ગોલા વિક્રેતાઓને ત્યાં તપાસ કરતા તેઓ દ્વારા વાપરવામાં આવતા કલર, ક્રીમ બરફ અને ડ્રાયફુટ તેમજ અન્ય સામગ્રીઓની ક્વોલિટી ખુબ નબળી મળી આવી હતી. જેના આધારે તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી.

16 દુકાનોમાંથી લીધેલા નમૂના મૂજબ ક્રીમ અને સિરપના 23 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અડાજણ સ્થિત આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ આઈશ ડિશ, જે.બી.આઈશ ડિશ અને રાજ આઈશ ડિશ વિક્રેતાઓના નમૂના ધારા ધોરણ મળી આવ્યા નથી. જેમાં ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું છે. સામાન્ય રીતે 60 ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે. પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમ્યાન ઓછું મળી આવ્યું છે.

આ સંસ્થાના નમુના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી

આનંદ મહલ રોડ ખાતે રોયલ રેસીડેન્સી પાસે રજવાડી મલાઈ ગોળામાંથી લીધેલા નમુનામાં ક્રીમના નમુનામાં મિલ્ક ફેટની માત્રા 60% હોવી જોઈએ જે ઓછી જણાય આવી છે. આ ઉપરાંત સિંગણપોર સ્થીત જી સ્ક્વેર પાસે આવેલા જે.બી.આઈસ ડીશ ગોળામાંથી લીધેલા નમુનામાંથી ઓરેંજ સીરપના નમુનામાં ટોટલ સોલ્યુબલ સોલીડની માત્રા 65% હોવી જોઈએ. જે ઓછી જણાય આવી છે. આ ઉપરાંત આનંદ મહલ રોડ પ્રાઈમ આર્કેડ પાસે આવેલા રાજ આઈસ ડીસમાંથી લીધેલા નમુનામાં ક્રીમના નમુનામાં મિલ્ક ફેટની માત્રા 60% હોવી જોઈએ જે ઓછી જણાય આવી હતી.

 

 

Group 69

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ મહિના પહેલાં શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય ફ્રુટના વાધા તથા સિંહાસને 1 હજાર કિલો મિક્ષ ફળોનો શણગાર કરાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

વડાપ્રધાન મોદીએ કહ્યુ-સુરતીલાલાઓને મોજ કર્યા વિના ન ચાલે,ડબલ એન્જિન સરકારથી અનેક સુવિધાઓ મળી

KalTak24 News Team

BREAKING NEWS/ ગુજરાતમાં ભારે વરસાદ બાદ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં,સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં સ્થિતિનો મેળવ્યો તાગ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી