Amreli News: અમરેલી જિલ્લામાં લાલાવદરમાં એક વાડીના કુવામાંથી ત્રણ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.અમરેલી નજીક આવેલા લાલવદર ગામના કુવામાંથી બે મહિલા અને એક પુરુષનો મતૃદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા કુવામાંથી પતિ-પત્ની અને પતિની બહેનનો મૃતદેહ બહાર કાઢ્યો છે. મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલી તાલુકાના લાલાવદરમાં દકુભાઈ ધાનાણીની વાડી આવેલી છે. જ્યાં પતિ-પત્ની અને પતિની બહેન ત્રણેય પરપ્રાંતિય ખેત મજૂર તરીકે કામ કરી રહ્યાં હતા. જે દરમિયાન ખેત મજૂરી કરનારાઆ ત્રણેયનો મૃતદેહ વાડીમાં આવેલા કુવામાંથી મળ્યો હતો. કુવામાં મૃતદેહ હોવાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે પોલીસ તથા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
મૃતદેહો મળ્યા હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કુવામાંથી પતિ-પત્ની અને પતિની બહેનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે.
બનાવ અંગેની જાણ થતાં અમરેલી જિલ્લા સાંસદ નારણ કાછડીયા પણ પહોંચ્યા હતા.સાંસદ સહિતના લોકો કુવામાંથી મૃતદેહને બહાર કાઢવા કામે લાગ્યા હતા. વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી.
બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે.
શું કહે છે SP?
આ અંગે અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે લાલાવદર ગામની સીમમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે આત્મહત્યા કરી છે કે કેમ અને આત્મહત્યા કરી છે તો કયાં કારણોસર કરી છે એની તપાસ હાલમાં ચાલી રહી છે. ત્રણેય મૃતકો પરપ્રાંતીય છે. ત્રણેય મૃતકનાં ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે, ત્યાર બાદ મોતનું કારણ જાણી શકાશે.
મને વાસ આવતાં મેં કૂવામાં જોયું: વાડીમાલિક
વાડીમાલિક અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે હું વાડીએ આવ્યો ત્યારે મને વાસ આવતાં મેં કૂવામાં જોયું તો મૃતદેહ હતા. ત્યાર બાદ મેં સરપંચ અને તંત્રને જાણ કરી હતી. મેં ક્યારેય તેમને અંદરોઅંદર ઝઘડતાં જોયાં નથી, તેમની કોઈ માથાકૂટ પણ નહોતી.
મૃતકોનાં નામ
- મુકેશભાઈ અંતુરભાઈ દેવરખિયા
- ભૂરીબેન મુકેશભાઈ દેવરખિયા
- જાનુબેન અંતુરભાઈ દેવરખિયા
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube