Botad News : સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના સૌથી યુવા અધ્યક્ષ શ્રી જય શાહ(Jay Shah) આજે તા.૨૪-૧૨-૨૦૨૪ ને મંગળવારે સાળંગપુરધામ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા અને ભાવથી શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી તથા શ્રી હનુમાનજી મહારાજની મહાપ્રતાપી ગદાની પ્રસાદીની નાડાછડી બંધાવી ગુરુદેવ શ્રી ગોપાળાનંદજી સ્વામીજીની પ્રસાદીની લાકડી (ઈષ્ટીકા)ની નાડાછડી બંધાવી આશિષ લીધા.
આ પ્રસંગે પૂ.શ્રી નૌતમસ્વામીજીના તથા પૂ.બાપુસ્વામીજી તથા કોઠારીશ્રી પૂ.વિવેકસ્વામીજી અને પૂજય શા.હરિપ્રકાશદાસજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે હિતેશભાઈ બારોટ તથા હરિભક્ત શ્રી ઈશ્વરભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube