સુરત (Surat): હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ(તથા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા “સેવાના ભેખધારીનું માન સાથે સન્માન” કાર્યક્રમ અંતર્ગત સુરત ની અલગ અલગ 300 થી પણ વધુ ની સંસ્થા નું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં અલગ અલગ સેવા કરતી સંસ્થાઓ ના સન્માન કરવામાં આવ્યા તદ્દઉપરાંત કોરોનાકાળ માં આઈસોલેશન માં કામ કરનાર સંસ્થા નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં કોણ-કોણ ઉપસ્થિત રહ્યા:
આ કાર્યક્રમ ની જો વાત કરવામાં આવે તો મુખ્ય મહેમાન ચુનીભાઈ ગજેરા,કે.કે કામરેજ,વિપુલ સાચપરા,ધર્મેશ ભંડેરી(વિપક્ષ નેતા),જેરામભગત(માનવ મંદિર આશ્રમ),કિશોરભાઇ સોજિત્રા, એડવોકેટે મેહુલ બોઘરા,અંકિતા મુલાણી (લેખિકા),રામ ધડુક,નિલેશ કુંભાણી,અનેક કોરોના વોરિયર્સ ડોક્ટરો, સુરત ની અલગ-અલગ સંસ્થાઓ સહીત મોટી સંખ્યામાં સુરતની સેવાભાવી જનતા આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમ માં લોકો દ્વારા જાણવામાં આવ્યું કે મહેશ ભુવા(Mahesh Bhuva) હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ થકી ઘણા પરિવારો ને મદદ કરી ચૂકયા છે.ત્યારે આ કાર્યક્રમ માં આવેલ મહેમાન દ્વારા એવું જણાવ્યું કે,ગુજરાતભર માં ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે પણ સુરત માં આવેલ આ સંસ્થા સોશ્યિલ મીડિયા(Social Media) ની સાચો સદ્દઉપયોગ કરી ને જરૂરિયાતમંદ લોકો ને ઘરે જઈને મદદ કરે છે એ બોવ મોટી વાત કહી શકાય.
વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ પણ સુરત માં માતાપિતા વિહોણી ની દીકરીઓને લગ્ન કરવાનું કાર્ય કરે છે. આ ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષ થી માતાપિતા વિહોણી દીકરીઓને લગ્ન કરે છે.
જુઓ વિડિયો:
મોટીવેશન સ્પીકર મનીષ વઘાસીયાએ આ કાર્યક્રમ વિશે શું કહયું..??
ગુજરાત અને સુરત ના જાણીતા સ્પીકર મનીષ વઘાસીયા(Manish Vaghasiya) જણાવે છે કે સુરતના આંગણે હરહંમેશ સેવાના કર્યો થતા રહે છે એટલે જ સુરત એ દાનવીર કર્ણ ભૂમિ કહેવામાં આવે છે, વધુ માં કહ્યું કે ગુજરાત અને સુરતમાં આ કદાચ પહેલો કાર્યક્રમ હશે કે એક સાથે સુરત ની 300 થી પણ વધુ સંસ્થા ની સન્માન એક સાથે હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ‘સેવાના ભેખધારીનું માન સાથે સન્માન’ કાર્યક્રમ માં કરવામાં આવ્યું હશે.
હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ની શરૂઆત અને શું કાર્ય કરી રહ્યું છે :
આજે તમને એક એવા વ્યક્તિ નો પરિચય કરાવવા જઈ રહ્યા છે . જેઓ વર્ષ 2019 થી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા મહેશ ભુવા(Mahesh Bhuva) વિશે જણાવવા જઈરહ્યા છીએ.મહેશ ભુવા (Mahesh Bhuva) એ સોશ્યલમીડિયા (Social Media) નો સદ્ઉપયોગ કરી આજ દિન સુધી અનેક જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી છે.તેમને એવા વ્યક્તિ અને જરૂરિયાતમંદ પરિવાર ની પોસ્ટ મૂકી ને અત્યાર સુધી બે કરોડ થી પણ વધુ ની રકમ નું દાન એકત્ર કરી અને પરિવાર ના ખાતા નંબર મૂકી ને સીધા જ પરિવાર ના બેંક ખાતામાં રકમ જમા કરાવી છે.
આપ ને જણાવીએ હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષ થી ફેસબુક ના અલગ અલગ પેજ દ્વારા જે પરિવાર ને સહાય અથવા તો અનાજ ની જરૂરિયાત છે તેવા પરિવાર સુધી સહાય અને અનાજ પહોંચાડે છે. વધુ માં જણાવીએ તો આ ટ્રસ્ટ ગુજરાતભર ને મેડિકલ ની સહાય ની જરૂરિયાત છે તેવા પરિવાર ની સૌપહેલા તપાસ કરી ને ત્યારબાદ એમની પોસ્ટ સોશ્યિલ મીડિયા માં મૂકી ને પરિવાર ને આર્થિક મદદ કરે છે.આ ટ્રસ્ટ મહેશ ભુવા દ્વારા ચલાવવા માં આવે છે ને સોશ્યિલ મીડિયા(Social Media) માં આવા અનેક અવનવા પેજ અને ગ્રુપ દ્વારા ઓળખતા પણ ન હોય તેવા બીમારી થી લઈ અકસ્માત માં નોધારા થયેલ પરિવાર , વિધવા બહેનોના સંતાનો ના અભિયાંશ માટે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના પરિવારો અત્યારે સુધી માં અંદાજે 2 કરોડ રૂપિયા સુધી ની મદદ લોકો ને પોતાના સોશ્યિલ મીડિયા પેજ થકી કરી ચુક્યા છે.વધુ માં જણાવીએ તો આ ટ્રસ્ટ દ્વારા સુરતમાં જરૂરિયાતમંદ લોકો ને અનાજ ની કીટ પણ પુરી પાડે છે.
વધુ માં જણાવીએ તો વર્ષ 2019 માં પ્રથમવાર સોશ્યિલ મીડિયા માં સેવા ની પોસ્ટ(Post) મૂકી હતી અને આજદિન સુધી તેઓ 40 થી પણ વધુ પોસ્ટ મૂકી ચુક્યા છે આ ઉપરાંત ત્રણ દિવસ અગાઉ સોશ્યિલ મીડિયા માં પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ થકી ફક્ત બે જ દિવસ માં જ સાડા ચાર લાખ રૂપિયા ફંડ પરિવાર ને એકત્રિત કરવામાં આવ્યું છે.તેવું જાણવવા મળ્યું છે .
સોશ્યિલ મીડિયા(Social Media) માં આવા અનેક અવનવા પેજ અને ગ્રુપ દ્વારા ઓળખતા પણ ન હોય તેવા બીમારી થી લઈ અકસ્માત માં નોધારા થયેલ પરિવાર , વિધવા બહેનોના સંતાનો ના અભિયાંશ માટે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના પરિવારો ને વર્ષ 2019 થી લઇ આજદિન સુધી માં બે કરોડ થી પણ વધુ રકમ જરૂરિયાતમંદ વ્યક્તિઓના બેન્ક ખાતા માં સોશ્યિલ મીડિયા થકી દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવવા મળ્યું છે.
ગુજરાત અને દેશ-વિદેશ ના યુવાન મિત્રો ને મહેશ ભુવા નો સોશ્યિલ મીડિયા નો સદ્દઉપયોગ કરીને જે સેવા કરવાનો વિચારો આવ્યો અને સેવા કરી રહ્યા છે એ તમામ યુવાનોને પ્રેરણાત્મક નીવડે તેવું છે.તેમના સેવા કાર્ય થકી આજ દિન સુધી ઘણા જરૂરિયાતમંદ પરિવારોને મદદ પુરી પાડી છે.આવનાર દિવસો માં પણ આવા અનેક પરિવારો ને મદદ કરવા મહેશ ભુવા અને તેમની ટીમ તૈયાર છે.
Input : સંસ્કાર સોજીત્રા(સુરત)
આ પણ વાંચો :-
- કાગવડ ખોડલધામમાં ખાતે 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય નવરાત્રિનું આયોજન, માઇભક્તોમાં અનેરો આનંદ
-
ગરબામાં પાર્કિંગની સમસ્યા થશે તો આયોજકો મુકાશે મુશ્કેલીમાં, જાણો કયા કડક નિયમો લાગૂ કરવા માં આવશે…
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp