KalTak 24 News
ગુજરાત

સુરત/ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની તૈયારી કરતો હવસખોરે ઝડપાયો,આ રીતે બચી ગઈ બાળકી

surat rape case
  • સુરતમાં પાંચ વર્ષીય બાળકી પિંખાતા બચી
  • 5 વર્ષની બાળાને હવસખોરે ઉપાડી ગયો હતો
  • વડાપાઉંની લાલચ આપી બાળકીને ઉપાડી ગયો
  • બાળકીને લઈ નરાધમ ખાડી કિનારે ગયો હતો
  • બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી

Surat Crime News: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારની દીકરી માતા-પિતા પાસેથી પૈસા લઈને ફુગ્ગા લેવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં રહેતો બીજો એક મજૂર દીકરીને વડાં પાવ અપાવવાના બહાને દુકાને લઇ ગયો હતો અને વડાંપાવ અપાવી નજીકની ઝાળીઓમાં લઈ ગયો હતો. મજૂરે બળાત્કારના ઇરાદે બાળકીના કપડા કાઢી નાખ્યા હતા. જોકે સદનસીબે એ સમયે એક માણસ ત્યાં પહોંચી જતા દીકરીની આબરૂ જતા બચી ગઈ હતી. પોલીસે આ મામલે બળાત્કારની કોશિશ કરનાર આરોપી મજૂરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફુગ્ગો લેવા ઘરેથી નીકળી હતી બાળકી

વિગતો મુજબ, સુરત શહેરની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ નામ મિથલેશ શાહુ છે. 23 વર્ષનો મિથલેશ શાહુ સરથાણા વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. તેની બાજુમાં જ એક મજૂરનો પરિવાર રહેતો હતો, જેની 5 વર્ષની બાળકી ફુગ્ગો લેવા માટે બહાર નીકળી હતી. જેને રસ્તામાં મિથલેશે વડાપાંઉ અપાવવાનું કહીને પોતાની સાથે ગઈ ગયો હતો. અહીંથી તેને વડાપાંઉ અપાવી પાછા આવતા બાળકીની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

જાણીતો વ્યક્તિ આવી જતા લાજ બચી ગઈ

આરોપી 5 વર્ષની દીકરીને લઈને નજીકમાં આવેલા ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો અને અહીં તેના પર દુષ્કર્મ આચરવાના ઈરાદાથી તેના કપડા ઉતારી નાખ્યા હતા. જોકે સંજોગથી એ સમયે દીકરીને ઓળખતો એક વ્યક્તિ ત્યાં પહોંચી ગયો હતો. જેણે મિથલેશ કુમાર શાહુના ગંદા ઇરાદા સફળ થવા દીધા ન હતા.રિવાર ખાડી કિનારે પહોંચ્યો ત્યારે બાળકી સાથે ખાડી કિનારે આ યુવક કપડાં કાઢી અડપલાં કરતો હતો.જોકે પરિવારને જોઈ જતા નરાધમ યુવક ખાડીમાં કૂદી ગયો હતો.ત્યારબાદ સ્થાનિકો અને પરિવારે નરાધમ યુવકને બહાર કાઢી બરાબરનો મેથી પાક આપ્યો હતો.સમગ્ર મામલે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને ડીસીપી ભક્તિ ઠાકરે આ સમગ્ર મામલે મીડિયા અને માહિતી આપી હતી.

ડીસીપી ભક્તિ ઠાકરે કહ્યું કે, લસકાણામાં પાંચ વર્ષીય બાળકી પિંખાતા રહી ગઈ હતી. 5 વર્ષની બાળાને હવસખોરે વડાપાઉંની લાલચ આપી હતી. બાળકી ને લઈ નરાધમ ખાડી કિનારે ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો. બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. સ્થાનિકો ની નજર ખાડી કિનારે જતા યુવક નગ્ન થઈ બાળકી સાથે અડપલાં કરતો હતો. સ્થાનિકોએ હવસખોર મીથલેશ શાહને પકડી પાડી મેથીપાક આપ્યો હતો. હવસખોર નરાધમ ને સરથાણા પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે મીથલેશ શાહની ધરપકડ કરી પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સામે ગુનાહિત ઈતિહાસ ન હોવાનું પણ સામે આવ્યું છે.

 

Group 69

 

 

Related posts

દેવાયત ખવડના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર, 72 દિવસ બાદ થશે જેલમુક્તિ,કોર્ટે શું મૂકી શરતો?

Sanskar Sojitra

સુરત/ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા મહોત્સવનું આયોજન,VIDEO

Sanskar Sojitra

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, બનાસ ડેરીના નવા પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા