રાજકોટ(Rajkot) : રાજકોટના કાગવડ ખોડલધામ(Khodaldham)માં માં ખોડલના મંદિર(Temple) માં પણ માતાજીના આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાની તમામ તૈયારી કરવામાં આવી રહી છે.ખોડલધામ(Khodaldham) મંદિરમાં આયોજકો દ્વારા ચંડી યજ્ઞ, ધજાનું આરોહણ સહીતના તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેને લઈને માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યું છે.
ખોડલધામ માં નવરાત્રીમાં ખાસ શણગાર કરવામાં આવશે:
આવતીકાલે નવરાત્રી(Navratri)ની શરૂઆત થઈ રહી છે.ત્યારે નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રી(Navratri)ના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. ત્યારે ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર એવું ખોડલધામ(Khodaldham) માં પણ નવરાત્રી(Navratri)ની રંગેચંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે .
ખોડલધામ(Khodaldham)માં આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવાશે કરાશે
માતાજીની આરાધનાનું પર્વ એટલે આસો નવરાત્રી(Navratri).માતાજીના ભક્તો આ મહિનામાં માતાજીની ખાસ રીતે પૂજા અને આર્ચના કરીને માતાજીની ભક્તિ કરે છે.ત્યારે રાજકોટના કાગવડ ખોડલધામ(Khodaldham)માં માં ખોડલના મંદિરમાં પણ માતાજીના આ આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાની તમામ તૈયારી કરવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનને લઈને તમામ મંદિરો બંધ હતા. જેને લઈને આસો નવરાત્રી(Navratri)માં પણ માતાજીના ભક્તોને સીમિત રીતે અને ઘરે રહીને માતાજીની ભક્તિ કરવી પડી હતી. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા મળેલ છૂટને લઈને માતાજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે. ત્યારે ખોડલધામ મંદિરમાં પ્રથમ નોરતાથી જ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ખોડલધામ ખાતે માતાજીને રોજે ધજાનું આરોહણ કરવામાં આવશે
ખોડલધામ(Khodaldham) મંદિરમાં રોજ માતાજીનો ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. સાથે અહીં માતાજીને રોજે ધજાનું આરોહણ કરવામાં આવશે. ભક્તો સાથે રોજ ત્રિવિધિ કાર્યક્રમો યોજવામાં આવશે. મંદિરમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે સાથે ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો છે. માતાજીના ભક્તો પણ માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવવા અને આશીર્વાદ લેવા માટે દૂર દૂર ગામે ગામથી શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચે છે. અનેક ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો :-
- મહેંદ્ર સિંહ ધોની આવતી કાલે લેશે મોટો નિર્ણય, સોશિયલ મીડિયામાં કરી જાહેરાત,ચાહકોના ધબકારા વધ્યા
-
ગરબામાં પાર્કિંગની સમસ્યા થશે તો આયોજકો મુકાશે મુશ્કેલીમાં, જાણો કયા કડક નિયમો લાગૂ કરવા માં આવશે…
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp