- ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાઈ સૌથી મોટી જાહેરાત
- કોંગ્રેસના અમિત ચાવડાના શિરે વિપક્ષ નેતાનો તાજ
- ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા
અમદાવાદ: ગુજરાતમાં માત્ર 17 સીટો જીતનારી કોંગ્રેસે(Congress) આખરે વિધાનસભામાં વિપક્ષ નેતાના નામની પસંદગી કરી લીધી છે. જીગ્નેશ મેવાણી, અનંત પટેલ સહિતના યુવા નેતાઓની પસંદગી અટકળો વચ્ચે આખરે અમિત ચાવડા(Amit Chavda)ને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમાર(Shailesh Parmar)ને ઉપનેતા બનાવવામાં આવ્યા છે.
વિધાનસભામાં વિરોધ પક્ષમાં બેસવા મળશે કે નહીં તે પ્રશ્ન
ખાસ વાત છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 સીટો મેળવી હતી. એવામાં વિપક્ષમાં બેસવા પણ તેમના પાસે 19 સીટો હોવી જરૂરી છે. ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષ નેતાનું નામ તો જાહેર કરી દીધું છે, પરંતુ શું તેમને વિધાનસભામાં માન્યતા મળે છે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
અમીત ચાવડાને સોંપાયું મહત્વનું પદ
ઉલ્લેખનીય છે કે અમદાવાદની દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસને હરાવી જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આંકલાવ વિધાનસભા બેઠક પર ભાજપના ગિલાબસિંહ પઢીયારને હરાવીને જીત હાંસલ કરી હતી. અમિતસિંહ ચાવડાનો મધ્ય ગુજરાતમાં ભારે દબદબો રહ્યો છ. ત્યારે ગુજરાત વિધાનસભામાં મહત્વના પદ પર તેમની પસંદગી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. જેને લઈ કોંગ્રસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી છે. આ કમિટી આજે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો સાથે મુલાકાત કરશે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.